ભાવસિંહજી સરકારી હાઇસ્કુલ પોરબંદર ખાતે નશાબંધી કાર્યક્રમ યોજાયો
આજ રોજ ભાવસિંહજી સરકારી હાઇસ્કુલ પોરબંદર ખાતે નશાબંધીના ધનિષ્ઠ પ્રસાર-પ્રચારનો જનજાગૃતિનો કાર્યક્રમ નશાબંધી ખાતું તેમજ S.O.G પોલીસ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવેલ.
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના કરી મહેમાનોના હસ્તે દિપપ્રાગટ્ય કરી સ્કુલના આચાર્ય નમ્રતાબા વાધેલા ની ઉપસ્થિત મહેમાનોને શબ્દોથી સ્વાગત કરી શાળાનો પરિચય આપ્યો ત્યારબાદ વિધાર્થીઓએ વિવિધ સ્પર્ધા દ્રારા નશાબંધી વિષયક પોતાના વિચારો રજુ કર્યા ત્યારબાદ નશાબંધી અધીક્ષક પી.આર ગોહિલએ નશાબંધી ખાતાનો પરિચય આપી નશામુક્તિ વિષે પી.પી.ટી નું નિદર્શન કરી પાન,માવા,તમાકુ,દારુ જેમાં વ્યશનથી દૂર રહેવા જણાવ્યુ અને વ્યશનીને વ્યશન છોડવા માટેના નુસ્ખા આપ્યા, ’’ વ્યશની લોકોની પરિસ્થિત જોવી હોય તો એક દિવસ સિવીલ હોસ્પિટલમાં કેન્શર વિભાગની મુલાકાત લેવા જણાવ્યુ ’’ વ્યશન છોડવા માંગતા વિધાર્થીઓને ગુરૂજનોની હાજરીમાં હવે પછી વ્યશન નહીં કરૂ અને આડોશ-પાડોશના ૧૦ વ્યક્તિઓને વ્યશન છોડાવીશ તે બાબતે પ્રતિજ્ઞા લેવડાવી ત્યારબાદ એસ.ઓ.જી પોલીસ સ્ટાફ દ્રારા પોલીસની કામગીરી બાબતે સવિસ્તૃત માહિતી આપી અને વિધાર્થીઓ પોલીસને કેવી રીતે મદદ કરી શકે તે બાબતે ઉડાંણપુર્વક સમજણ આપવામાં આવી, ત્યારબાદ સ્કુલના મદદનીશ શિક્ષક જગદીશભાઇ ભટ્ટ દ્રારા આભાર વીધી કરી જણાવ્યુ કે, નશાબંધી ખાતા તથા S.O.G પોલીસે નશાબંધી/ વ્યશનમુક્તિ ના જનજાગૃતિના કાર્યક્રમ થકી સારા પરિણામો ભવિષ્યમાં આ કાર્યક્રમથી આવશે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો ત્યારબાદ સ્પર્ધામાં ભાગ લેનાર તમામને નશાબંધી ખાતા તરફથી મહાનુભાવોના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યા સમગ્ર કાર્યક્રમનું સંચાલન મદદનીસ શિક્ષિકા પૂજાબેન રાજાએ કર્યુ,
આ નશાબંધી પ્રસાર કાર્યક્રમમાં નશાબંધી અધીક્ષક પી.આર ગોહિલ તેમજ તેમનો સ્ટાફગણ તેમજ સ્કુલના આચાર્યશ્રી નમ્રતાબા વાધેલા તેમજ તેમનો તમામ સ્ટાફગણ તેમજ એસ.ઓ.જીનો પોલીસ સ્ટાફગણ ઉપસ્થિર રહ્યો. અને કાર્યક્રમ સફળ રહેવા પામ્યો.