પોરબંદરની વિદ્યાર્થીની સૃષ્ટિ જગતિયા ચાઈલ્ડ સાયન્ટિસ્ટ બની

સૃષ્ટિ જગતિયાએ કરેલ દરિયાઈ લીલ પરનું લઘુ સંશોધન રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામ્યું

આજકાલ મોટાભાગના વિદ્યાર્થીઓનું સ્વપ્ન ડોક્ટર અથવા તો ઇજનેર બનવાનું હોય છે પરંતુ સાયન્ટિસ્ટ બનવાનું સપના જુજ વિદ્યાર્થી ઓનું હોય છે પોરબંદરની સૃષ્ટિ જગતિયાએ આલગી એટલે કે દરિયાઈ લીલ પર લઘુ સંશોધન કરી રાષ્ટ્રીય કક્ષાએ ચાઈલ્ડ સાઇન્ટિસ્ટ તરીકે પસંદગી પામી છે

પોરબંદરમાં લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જિલ્લા કક્ષાએ યોજાયેલ રાષ્ટ્રીય બાળ પરિષદમાં રાજ્ય કક્ષાએ 10 લઘુ સંશોધન પસંદ કરવામાં આવ્યા હતા આ 10 લઘુ સંશોધન રાજ્ય કક્ષાએ અમદાવાદ સાયન્સ સીટી ખાતે તારીખ 30/ 11 2023 થી 2/ 12 /2023 દરમિયાન રજૂ થયા હતા જેમાંથી પોરબંદરની ભાવસિંહજી હાઈસ્કૂલની ધોરણ નવ ની વિદ્યાર્થીની સૃષ્ટિ જગતિયાનું લઘુ સંશોધન રાષ્ટ્રીય કક્ષાએ પસંદ કરવામાં આવ્યું છે હવે આગામી સમયમાં તે રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.

આ સ્પર્ધાનું આયોજન ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા કરવામાં આવે છે આ લઘુ સંશોધન માટે સ્પર્ધામાં મુખ્યત્વે આરોગ્ય અને સુખાકારી માટે ઇકો સિસ્ટમની સમજણ અને પેટા વિષયમાં તમારી ઇકો સિસ્ટમને જાણો આરોગ્ય તથા પોષણ અને સૂખાકારીને પ્રોત્સાહન આપવું તે હતો. જિલ્લા કક્ષાએ આ સ્પર્ધામાં 10 થી 17 વર્ષની વયના જૂથના 4500 પ્રોજેક્ટર રજૂ થયા હતા અને 80 થી વધુ લઘુ સંશોધન બાળકોએ રજૂ કર્યા હતા. જેમાંથી સૃષ્ટિ જગતિયાએ આલગી એટલે કે દરિયાઈ લીલ પર લઘુ સંશોધન કર્યું છે.

પોરબંદરના દરિયાઈ વિસ્તારમાં જોવા મળતી” લીલની વિશેષતા” અંગે પ્રોજેક્ટ રજૂ કર્યો

પોરબંદરની સૃષ્ટિ અમિતભાઈ જગતિયાએ પોરબંદરના દરિયા વિસ્તારમાં જોવા મળતી આલગી એટલે કે દરિયાઈ લીલની વિશેષતા વિષય પર પ્રોજેક્ટ રજૂ કર્યો અને તેનું માનવ જીવનમાં કેવી રીતે મહત્વ છે તે અંગે સંશોધન કરવામાં આવ્યું હતું દરિયાઇ લીલ ખાવામાં પણ ઉપયોગ કરી શકાય છે અને તે આયુષ્યમાં પણ વધારો કરી શકે તેમ છે તેમ સૃષ્ટિ જગતિયાએ જણાવ્યું હતું અને ભવિષ્યમાં તેમને લોકોની સુખાકારી માટે વધુમાં વધુ વિવિધ વિષયો પર સંશોધન કરવા જણાવ્યું હતું

આવી દીકરી ભગવાન બધાને આપે :સૃષ્ટિના માતા

પોરબંદરની સૃષ્ટિ એ રાષ્ટ્રીય કક્ષાએ સફળતા મેળવતા તેના પરિવારજનો એ શુભેચ્છા પાઠવી છે માતા નયનાબેન જગતિયાએ જણાવ્યું હતું કે સૃષ્ટિની સખત મહેનત રંગ લાવી છે તેના પિતા અમિતભાઇ સાયન્સ ટીચર છે અને બે વર્ષ સખત મહેનત કરી પિતા પુત્રી દરિયા કિનારે જતા અને દરિયાઈ લીલ વિશે સંશોધન કરતા હતા તો સૃષ્ટિ એ અનેક વાર વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈને રાષ્ટ્રીય કક્ષાએ સફળતા મેળવી છે જેમાં કોરોના સમયમાં કોરોના વોરિયર્સ વિષય પર નિબંધ સ્પર્ધા યોજાઈ હતી જેમાં પણ તે રાષ્ટ્રીય લેવલે સફળતા મેળવી હતી આ ઉપરાંત રામકૃષ્ણ મિશન દ્વારા યોજાયેલ સ્વામી વિવેકાનંદ વિષય પર વ્યક્તિત્વ સ્પર્ધામાં પણ તેને રાષ્ટ્રીય કક્ષાએ સફળતા મેળવી હતી આમ તમામ પ્રવૃત્તિઓમાં તે આગળ હોય છે આવી દીકરી ભગવાન બધાને આપે તેમ નયનાબેને જણાવ્યું હતું

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!