પોરબંદર માં શ્રીમદ ભાગવદ્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું શ્રી દાસીજીવણ સત્સંગ મંડળ દ્વારા ભવ્ય આયોજન
આ ભવ્ય કથા આયોજન ની *શોભાયત્રા*તા. ૦૧/૦૧/૨૦૨૪ બપોરે ૩:૩૦ વાગ્યે* મનુભાઈ શાંતિલાલ મોદી ના નિવાસ સ્થાને (ખીજડી પ્લોટ, ભગવતી ટ્રાન્સપોર્ટ ની સામે) થી નીકળશે…
આ ભવ્ય શોભાયાત્રા માં વિવિધ કલાકાર વૃંદ ભાગ લેશે જેવા કે,
👉🏻ડાંગ થી રાષ્ટ્રીય પુરસ્કાર મેળવેલ આદિવાસી નૃત્ય વૃંદ..
👉🏻નાસિક ના પ્રખ્યાત ઢોલ
👉🏻 શેહનાઈ અને પાઈપ બેન્ડ – સોલાપુર..
👉🏻 રાષ્ટ્રીય પુરસ્કાર મેળવેલ સંજય પાટલે – હનુમાનજી
👉🏻૧૦ થી વધુ દેશ માં રાસ – ગરબા પર્ફોર્મ કરનાર ચેતન જેઠવા ગ્રુપ..
👉🏻આ ઉપરાંત વિવિધ ભગવદ્ ના દૃશ્યો ની ઝાંખી..
સાથે જ પોરબંદર તથા આસપાસ ના વિસ્તાર ની ધર્મપ્રેમી જનતા બહોળી સંખ્યા માં લોકો જોડાશે…
આ ઉપરાંત કથા સ્થળ ઉપર વિવિધ મંદિરોની ઝાંખી જેમ કે, *બદ્રીનાથ, કેદારનાથ, જગન્નાથ પુરી, રામેશ્વર, અને નવનિર્માણ પામનાર અયોધ્યા રામ મંદિર ના પ્રતિકૃતિ મંદિર* ના દર્શન નો લાભ મળશે..
આ ઉપરાંત વૈષ્ણવ સૃષ્ટિ ને ગિરિરાજજી ના દર્શન સાથે પરિક્રમા નો લાભ મળશે..
આ કથા ના વક્તા આપને રોજ પુ. પા. ગૌ. ૧૦૮ વૈષ્ણવાચાર્ય શ્રી યદુનાથજી મહોદયશ્રી ના કંઠે થી ભગવદ્ કથા નું રસ પાન કરાવશે..કથા દરમિયાન ભગવદ્ ના વિવિધ પ્રસંગો ની વિસ્તૃત ઝાંખી કરાવશે..પોરબંદર જિલ્લા ની સમગ્ર જનતા ને આ ભવ્ય શોભયાત્રા તથા કથા નો લાભ લેવા હાર્દિક નિમંત્રણ છે કથા નો સમય અને સ્થળ નીચે મુજબ છે
સ્થળ:- ચોપાટી મેળા નું મેદાન
સમય:- સાંજે 8 થી રાત્રે 12