પોરબંદર મહિલા ટીમનો ધમાકેદાર વિજય :SCA આંતર જિલ્લા મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં પરચમ ફરકાવ્યો

(નિમેશ ગોંડલિયા )આજરોજ રાજકોટના શ્રી નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમના B ગ્રાઉન્ડ પર યોજાયેલી SCA આંતર જિલ્લા મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં પોરબંદર જિલ્લા ક્રિકેટ એસોસિએશનની ટીમે રાજકોટ A મહિલા ટીમ સામે શાનદાર જીત નોંધાવી હતી.

પોરબંદર તરફથી ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરાઈ. ઉત્તમ બોલિંગ હુમલાના દબાણ હેઠળ રાજકોટ ટીમ માત્ર 129 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.
પોરબંદરની બોલિંગમાં —

નિત્યા પંચાલ: 24 રનમાં 3 વિકેટ

મનીષા ગઢીયા: 17 રનમાં 4 વિકેટ

પૂજા મોઢવાડિયા: 1 વિકેટ

શ્રદ્ધા મોતીવરસ: 1 વિકેટ

બાદમાં બેટિંગ માટે ઉતરેલી પોરબંદર ટીમે શરૂઆતથી જ મજબૂત ભાગીદારી આપી.

નિત્યા પંચાલના 24 રન,

ઉમેશ્વરીબા જેઠવાના 49 રન,

શ્રદ્ધા બાપોદરાના 25 રન
ના આધારે પોરબંદરે સરળતાથી લક્ષ્ય હાંસલ કરી ફાઇનલમાં વિજય મેળવ્યો અને પ્રથમ SCA આંતર જિલ્લા મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો.

પોરબંદર મહિલા ક્રિકેટ ટીમના કોચ મનીષ સલેટ અને પ્રતાપ ઝુંગીની મહેનતનો પરિચય ટીમના પ્રદર્શનમાંથી જોવા મળ્યો.

પોરબંદર જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ રણછોડભાઈ શિયાળ, ઉપપ્રમુખ પવનભાઈ શિયાળ, સુરેશભાઈ કોટેચા, રાજેન્દ્રસિંહ જાડેજા, સેક્રેટરી હિતેશભાઈ સોનેરી, પીબી ગોકાણી અને પરેશભાઈ સીમારીયાએ ટીમને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે તથા ઈનામરૂપે ક્રિકેટ સ્વેટર અને ટ્રેકસૂટ જાહેર કર્યા છે.

સાથે જ પોરબંદરના જાણીતા ધારાશાસ્ત્રી તથા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના કાર્યકારી પ્રમુખ
દીપકભાઈ લાખાણીએ પણ મહિલા ટીમને દિલથી અભિનંદન પાઠવ્યા છે.

★ પોરબંદર માટે વધુ એક ગૌરવ ઉમેરાયું ★

આજરોજ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનની Under–23 મહિલા ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં પોરબંદર જિલ્લાના પાંચ મહિલા ખેલાડીઓની પસંદગી થઈ છે:

1️⃣ ઉમેશ્વરીબા જેઠવા
2️⃣ રિદ્ધિ કડછા
3️⃣ નિત્યા પંચાલ
4️⃣ નિધિ પોરીયા
5️⃣ મોનિકા વિરાણી

આ ઉપરાંત સૌરાષ્ટ્રની મહિલા ટીમના ટીમ મેનેજર તરીકે પોરબંદરના શ્રી કાશ્મીરા સંઘવીને વરણી કરવામાં આવી છે, જે પોરબંદર માટે ગૌરવની બાબત છે.

સૌરાષ્ટ્રની Under–23 મહિલા ટીમ હવે BCCI ની મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ રમવા વિજયવાડા તરફ રવાના થશે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!