વેરાવળ ખાતે પ્રવીણ ભાઈ ખોરાવાને “પોરબંદર ના ભામાશા” નું બિરુદ આપી સન્માનવામાં આવ્યા
તા.15/07/2024 ને રવિવારે વેરાવળ ખાતે કિશોરભાઈ કુહાડા અને જીતુભાઈ કુહાડા તેમજ વેરાવળ ખારવા સમાજ દ્વારા આયોજીત 23 માં સમુહલગ્નમાં મુખ્ય મહેમાન તરીકે પોરબંદર માં સેવા કાર્ય માટે સદા અગ્રેસર અને સેવાના સારથી એવા પાયોનિયર ક્લબ પોરબંદર,સાગરપુત્ર સમન્વય અને લાયન્સ ક્લબ ઓફ પોરબંદર”બાપુ” ના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા તેમજ પોરબંદર ખારવા સમાજ માજી વાણોટ હરજીવનભાઈ કોટીયા,
પાયોનિયર ક્લબ પોરબંદરના સેક્રેટરી વિજયભાઈ ઉનડકટ અને વરિષ્ઠ મેમ્બર જ્યેન્દ્રભાઈ ખુંટી એ હાજરી આપી હતી.
આ પ્રસંગે પાયોનિયર ક્લબ પોરબંદર,સાગરપુત્ર સમન્વય અને લાયન્સ ક્લબ ઓફ પોરબંદર”બાપુ”વતી પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવાનું સામાજીક અને સેવાકીય કાર્યો માટે આયોજકો દ્વારા શાલ ઓઢાડી,મોમેન્ટો અર્પણ કરી તેમેજ વિશેષમાં “પોરબંદર ના ભામાશા” નું બિરુદ આપી સન્માનવામાં આવ્યા હતા.તેમજ પોરબંદર ખારવા સમાજના માજી વાણોટ શ્રી હરજીવનભાઈ કોટીયાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.તેમજ સમુહલગ્નમાં હાજરી આપવા બદલ આભાર વ્યકત કર્યો હતો.આ સમુહલગ્નમાં વેરાવળ ખારવા સમાજની 7
દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડી નવી શરૂઆત પ્રસંગે પ્રમુખશ્રી પ્રવીણભાઈ ખોરાવા દ્વારા દરેક કન્યાને સોનાનો દાણો, ચાંદીની ગાય તેમજ રૂપિયા દસ હજારની કિંમતના ચણિયાચોળી અર્પણ કરવામાં આવેલ છે.
આ ભેટ સ્વરુપે આપેલ સોનાના દાણા,ચાંદીની ગાય અને ચણિયાચોળી નો ખર્ચ રૂપિયા 1,50,000/- થયેલ છે તેના સ્પોન્સર શ્રી પ્રવીણભાઈ ખોરાવા અને ઉમાબેન ખોરાવા રહ્યા હતા.