પોરબંદરમાં એટ્રોસિટીની ફરિયાદમાં એટ્રોસિટીની કલમો રદ્દ કરતી ગુજરાત હાઈકોર્ટ

પોરબંદરનાં માધવપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદી વિનોદ ગોવિંદભાઈ પરમાર દ્વારા આરોપીઓ વીંજાભાઈ ભૂરાભાઈ ઓડેદરા વિગેરે-૪ સામે એવા મતલબની ફરિયાદ લખાવેલ હતી કે, તા.૦૩/૦૫/૨૦૨૧ ના રોજ ફરિયાદીનાં મોટાભાઈ વિરમભાઈ કોરોનામાં મૃત્યુ પામેલા હોય અને તેના અસ્થી લઈને તા.૧૬/૦૫/૨૦૨૧ ના રોજ બપોરનાં સમયે પરિવારનાં લોકો જેમાં ફરિયાદી તથા અન્ય સભ્યો મંડેર ગામનાં સ્મશાનમાં અસ્થી પધરાવવા જતા હતા. ત્યારે અમારા ગામનાં વીંજાભાઈ ભુરાભાઈ ઓડેદરાનાં મકાન પાસે પહોંચતા ત્યાં વીંજાભાઈ તથા તેના ઘરના સભ્યો ફરિયાદી તથા તેના ઘરના સભ્યોને જોઇને ઉશ્કેરાઈ ગયેલા હોય અને અપમાનિત ભાષામાં ગાળો બોલી ગાળા-ગલી કરી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરેલ હોય. તેવા મતલબની વિગતવારની ફરિયાદ નોંધાવેલ હોય. તે સંબંધે વિન્જાભાઈ ઓડેદરા દ્વારા તેમના એડવોકેટ કાનન જાડેજા દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ક્રોસિંગ પીટીશન ફાઈલ કરતા અને વિગતવાર દલીલ કરી કાયદાનો ગેરઉપયોગ થયેલાનું જણાવતા નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા પ્રથમ આરોપીની ધરપકડ ન કરવી તેવો સ્ટે આપેલો હોય અને ત્યારબાદ હેરિંગ કરીને એટ્રોસિટી એક્ટ અન્વયેની કલમો રદ્દ કરી નાખેલ છે.અને તે રીતે હવે આરોપીઓ સામે એટ્રોસિટી એક્ટ મુજબની કોઈ કલમો નીચે ગુન્હો ચાલશે નહિ અને તે રીતે આ ચુકાદાથી એટ્રોસિટીની ખોટી કલમો લગાવી એટલા પુરતી ખોટી ફરિયાદ કરેલ હોવાનું આ ચુકાદાથી પ્રસ્થાપિત થયેલ છે.
આ કામમાં આરોપીઓ વતી પોરબંદરનાં જાણીતા એડવોકેટ એચ.એમ. ચુંડાવદરા તથા મૂળ પોરબંદરનાં વતની અને હાલ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટીસ કરતા એડવોકેટ કાનનભાઈ આર. જાડેજા રોકાયેલા હતા.
