પોરબંદરમાં કોસ્ટલ હાફ મેરેથોનના રજીસ્ટ્રેશન માટે એપનું લોન્ચિંગ કરાયું

આગામી 11 ફેબ્રુઆરીના યોજાનાર કોસ્ટલ હાફ મેરેથોનમાં હજારો ની સંખ્યા માં સ્પર્ધકો ભાગ લેશે
પોરબંદરમાં શ્રી રામ સી સ્વિમિંગ કલબ દ્વારા કોસ્ટલ હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી રામ સી સ્વિમિંગ ક્લબની ટીમ દ્વારા આ મેરેથોન દોડના કાર્યક્રમને સફળ બનાવવા આગોતરૂ આયોજન થઈ રહ્યું છે. હજારો થી વધુ સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. અલગ અલગ કેટેગરી મુજબ આ સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા કોસ્ટર હાફ મેરેથોનમાં ભાગ લેનાર સ્પર્ધકોને રજીસ્ટ્રેશન કરવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના હસ્તે શહેરમાં આવેલ ચોપાટી સ્વીમીંગ પોઇન્ટ ખાતે ઓનલાઇન રજીસ્ટ્રેશનનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ મેરેથોનમાં બે, પાંચ અને દસ કિલોમીટર તેમજ ૨૧ કિમીની હાફ મેરેથોન દોડ યોજવામાં આવશે. પોરબંદર કોસ્ટલ હાફ મેરેથોનનું આયોજન કરાયું છે. પોરબંદર કોસ્ટર હાફ મેરેથોન આગામી તારીખ ૧૧ ફેબ્રુઆરીને શનિવારના દિવસે યોજાશે. શહેરમાં આવેલ ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે આ મેરેથોન દોડનો શુભારંભ કરવામાં આવશે. આ મેરેથોમાં ભાગ લેનાર સ્પર્ધકોને કોઈ પ્રકારની ઈજા ન પહોંચે તે માટે એમ્બ્યુલન્સની ટીમ પણ તૈનાત રહેશે.
તમામ રૂટ ઉપર પોલીસ અધિકારી તરફથી પૂરતો પોલીસ સ્ટાફ ટ્રાફિક ને અડચા રૂપ ન થાય તે માટે રાખવામાં આવશે , પોરબંદર છાયા નગરપાલિકા, ઇન્ડિયન નેવી, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ, તેમજ શહેરની વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે રહેશે
આ મેરેથોનને સફળ બનાવવા માટે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. સંસ્થાના પ્રમુખ મનીષભાઇ માલવિયા તથા હશિતભાઈ રૂઘાની, દિનેશભાઈ પરમાર, હરીશભાઇ પાઉ, ડોક્ટર મણીભાઈ રાજ્યગુરુ, માર્ગદર્શન હેઠળ ચોપાટી સ્વિમિંગ પોઇન્ટ ખાતે ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે એપ લોન્ચ કરવામાં આવી છે. આ તકે જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સહિત શ્રી રામ સી સ્વિમિંગ ક્લબના સભ્યો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Sachinvaja0878@gmail.com
Sachin vaja 7043955610