જી.એમ.સી. સ્કૂલ ખાતે એન્યુઅલ એકઝીબિશન ‘અભિવ્યક્તિ‘ નું આયોજન કરાયું
આજના આ હરીફાઈ અને ટેક્નોલૉજીના યુગમાં માત્ર સારા ગુણ લઈ ઉતીર્ણ થવું જ જરૂરી નથી પરંતુ પોતાની આવડતને અને સમયની સાથે અપડેટ થઈ નવી ટેક્નોલોજીને પણ અપનાવવી જરૂરી છે. એવામાં જી.એમ.સી. સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ એ વિજ્ઞાન, ગણિત, ટેક્નોલૉજી અને લાઈફ સાયન્સ જેવા વિષયો ઉપર પ્રોજેકટો પ્રદર્શિત કર્યા હતા. આ એકઝીબિશનમાં વિદ્યાર્થી ઓ નો ઉત્સાહ અને ઉમંગ વધારવા ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રેસિડન્ટ અને જી.એમ.સી. સ્કૂલના ચેરમેન વિમલજીભાઈ ઓડેદરા સર, ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના વાઇસ પ્રેસિડન્ટ નવઘણભાઈ ભુરાભાઇ મોઢવાડિયા,રામભાઇ મેપાભાઈ ઓડેદરા, ટ્રસ્ટી દેવાભાઈ ભૂતિયાએ ખાસ હાજરી આપી હતી. અને સંસ્થા ના સ્થાપક પ્રમુખ ર્ડો વિરમભાઇ ગોઢાણીયા તથા તમામ ટ્રસ્ટી એ શુભેચ્છા પાઠવેલ હતી સાથે આ કાર્યક્રમમાં ટેક્નોલોજી ને આગવું મહત્વ આપી ચાલુ કરાયેલા નવા કોર્ષ ‘કોડિંગ જુનિયર’ માથી પોરબંદરની ટીમ નિકુંજભાઈ પંચમતિયા અને ઋષિકા હાથી જે પ્રખ્યાત મોટીવેશનલ સ્પીકર અને લાઇફ કોચ છે એમને પણ કોડિંગ વિષે માહિતી આપી. એ કોડિંગ જીવનના તબક્કામાં આજના સમય અનુસાર કઈ રીતે ઉપયોગી છે એની પણ માહિતી આપી. ચેરમેન અને પ્રેસિડન્ટ અને વિમલજીભાઈ ઓડેદરા સરએ સ્કૂલના વિકાસ અને આવતા વર્ષમાં નવા પ્રોજેકટ અને નવી નીતિઓની જાણકારી આપી હતી. ચેરમેન અને પ્રેસિડન્ટ અને વિમલજીભાઈ ઓડેદરા સરએ અને તમામ મહેમાનોએ લાઈવ કોડિંગના ડેમો જોયા, જેમાં v લાઈવ વેબસાઇટ અને ગેમિંગ બનાવી દેખાડી હતી. સાથે તમામ મહેમાનોએ દરેક વિદ્યાર્થી ઓ ના પ્રોજેકટ નિહાળી અને સમજ્યા હતા જેથી વિદ્યાર્થી ઓમા અને વાલીઓમાં અનેરો ઉત્સાહ હતો. સાથે શ્રી વિમલજીભાઈએ એમના દરેક સ્ટાફ મેમ્બર અને મોટી સંખ્યા માં વાલીઓની હાજરીને પણ માન આપી વિદ્યાર્થીઓ ના અનેકવિધ પ્રોજેકટ પ્રદર્શિત કરાયેલા હતા એમની મહેનતની નોંધ લઈ અભિનંદન પાઠવ્યા હતા. સાથે આ એન્યુઅલ એકઝીબિશનને સફળ બનાવવા માટે અને ખૂબ ખંત અને મહેનત કરવા માટે દરેક ટીચર સ્ટાફ અને પ્રિન્સિપાલ પ્રતાપ ઓડેદરાને પણ અભિનંદન પાઠવ્યા હતા. એ સાથે વિમલજીભાઈ એ ટ્રસ્ટી દેવાભાઇ ભૂતિયાની નિસ્વાર્થ સેવા અને જી.એમ.સી. સ્કૂલ ખાતે એમની મહેનત અને સતત હાજરી આપી ને જે સેવા આપે તેને પણ બિરદાવી હતી. પ્રિન્સિપાલ પ્રતાપ ઓડેદરાએ આવતા વર્ષે હજુ વધુ સારા પ્રયત્નો કરી શાળાને હજુ આગળ વધારવાનો ઉત્સાહ પૂરી ટીમ મા વધાર્યો હતો. શ્રી વિમલજીભાઇ ઓડેદરાની અને તમામ ખાસ મહેમાનોની હાજરીએ તમામ સ્ટાફમાં હજુ સારી કામગીરી કરવાની પ્રેરણા આપી હતી.