જય પોરબંદર
પોરબંદર સાથે નો નાતો અનેક લોકો નો છે કોઈ આ ભૂમિ પર જન્મ્યા હસે તો કોઈ આ પોરબંદર માં નોકરી કરવા અથવા ક્યારેક સગા વ્હાલા ના ઘરે પ્રસંગો પાત આવતા હસે પરંતુ ખાસ કરીને એવા લોકો જેને વર્ષો અહી વિતાવેલ હોય અને હાલ વિદેશ અથવા દેશ ના કોઈ પણ ખૂણે રહેતા હોય પણ ગાંધીજીની જન્મ ભૂમિ અને સુદામા ની કર્મ ભૂમિ માં એક વાર વસી ને બહાર વ્યવસાય અર્થે ગયેલા લોકો ને પોરબંદર ની યાદ દિલ માં વસી ગઈ હોય એવું લાગે આ પોરબંદર ની માટીની મહેક જ નિરાળી છે .
પ્લેન માં હો ટ્રેન માં હોય કે બસ માં હોય કે કોઈ બીજા ગામે હોય કે શહેર માં અથવા વીદેશ માં હોય બસ ખાલી એક વાર કહો કે હું પોરબંદર નો વતની છુ અને જો સામે વાળા વ્યક્તિ પણ એમ કહે કે ” હું પણ પોરબંદર નો જ છુ ” ખરેખર આ વાત સાંભડી એમ થાય કે કોઈ આપણા પરિવાર નો સભ્ય વર્ષો બાદ મળ્યો છે એવું લાગે ખરેખર તમને આવું થયું હશે પોરબંદર સાથે જોડાયેલ યાદો વીસે પણ તમે અમને મોકલી શકો છો આ એક એવું પ્લેટફોમ છે કે જ્યાં પોરબંદર સાથે જોડાયેલ યાદો શેર કરી શકો તો રાહ શેની જુઓ છો ….લખો અને અમને મોકલી આપો તમારા શબ્દો માં પોરબંદર ની વાત જો આ વાત યોગ્ય લાગે તો પબ્લીશ કરી શું