લાયન્સ કલબ પોરબંદર દ્વારા બ્યુટી કેર સેમિનાર યોજાયો

લાયન્સ કલબ પોરબંદર દ્વારા તા.20-09-2024 શુક્રવારના રોજ બ્યુટી કેર સેમિનાર યોજવામાં આવેલ હતો.
લાયન્સ કલબ પોરબંદર ના મુખ્ય આઠ પ્રકલ્પ પેટે સ્ત્રીઓને આત્મનિર્ભર બનાવવા માટે પોરબંદરના જાણીતા બ્યુટીશિયન લાયન સપના દાવડા એ સેફ્રોન હોટેલ,પોરબંદરમાં એક બ્યુટી કેર સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતુ.
દીપ પ્રાગટ્ય બાદ પધારેલ લાયન્સ કલબ પોરબંદરના પદાધિકારી શ્રીઓનું પુષ્પ ગુચ્છ આપી સ્વાગત બાદ સેક્રેટરી લાયન હરદત્તપુરી ગોસ્વામીએ સંસ્થા તેમજ સંસ્થાની સેવાકીય પ્રવૃતિઓ વિશે ટુંકી માહિતી આપેલ હતી,
વિશેષમાં આજના સમયમાં સુંદરતા અને શણગારના મહત્વ વિશે તેમજ દરેક સારાં પ્રસંગે શણગાર નું મહત્વ વધી રહ્યું છે,તેવા સમયે બ્યુટી કેર સેમિનાર યોજી બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે સરળ તેમજ અસરકારક પદ્ધતિ થી મેક અપ કરવાનું મહત્વ સમજાવ્યું હતું.
આ સેમિનાર માં પોરબંદરની 50 થી વધુ બ્યુટી પાર્લર ની બહેનોએ પોતાનું નામ રજિસ્ટ્રેશન કરાવી હાજર રહ્યા હતા,
પોરબંદરમાં પોતાનું પાર્લર ચલાવતા જાણીતા બ્યુટીશ્યન લાયન સપના દાવડા એ હેર કટ, બ્રાઈડલ મેક અપ તથા રિસેપ્શન બ્રાઇડ જેવા મેક અપનું લાઈવ મેક અપ સરળ રીત સાથે સમજૂતી પૂર્વક 52 ફોર એવર તથા અન્ય કિંમતી સૌંદર્ય પ્રસાધનો નો ઉપયોગ કરી ગ્રાહકોની ત્વચાની કાળજી તેમજ તેમની પસંદગી વિશે માહિતી આપી હતી.
આ કાર્યક્રમમાં લાયન્સ કલબ પોરબંદર પ્રેસિડેન્ટ લાયન ઋષિતાબા પરમાર,સેક્રેટરી લાયન હરદત્તપુરી ગોસ્વામી, રીજીયન ચેરપર્સન લાયન નિધિ શાહ મોઢવાડીયા, વાઈસ પ્રસિડેન્ટ લાયન કિસન મલકાણ તથા પાસ્ટ પ્રેસિડેન્ટ લાયન ભૂપેન્દ્ર દાસાણી, લાયન લેડી ફાતેમા મરચંટ તથા લીના શાહ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમ્યાન હળવું સંગીત,કોકટેલ સરબત અને ત્યારબાદ દરેકને ગિફ્ટ વાઉચર આપવામાં આવેલ.કુદરતમાં સુંદરતા દરેક જગ્યાએ છે,કવિઓ પણ સુંદરતાના વખાણ કરતાં કાવ્યો તેમજ સાહિત્ય સર્જન કરેલ છે તેમાં સુંદરતાની અડોઅડ આપણે આપણી બેહિસાબ સુંદરતા ઉમેરવાની છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!