શ્રી રૂપાળીબા કન્યા શાળામાં બાલવાટિકા સ્માર્ટ ક્લાસનું ઉદઘાટન
મહારાણી શ્રી રૂપાળીબા કન્યાશાળા પોરબંદરની કન્યા કેળવણી આપતી એક ઐતિહાસિક શાળા છે કે, જે સો વર્ષથી પણ વધુ જૂની છે. પોરબંદરની આ શાળામાં અનેક મહાનુભાવો શિક્ષણ પ્રાપ્ત કરી ચૂક્યા છે. આજે પણ આ સરકારી શાળાએ પોતાનો ઉજજવળ અને ગૌરવ ભર્યો વારસો જાળવી રાખ્યો છે. શાળા પર હમેશા પોરબંદર અને પોરબંદર બહારના અનેક દાતાઓની મહેર રહી છે. આજરોજ આવી જ એક
દાતાશ્રી ની મહેર આ શાળા પર થઈ છે.
આજરોજ શ્રી રૂપાળીબા કન્યા શાળામાં 2,50000 નું દાન આપનાર શ્રી શરદભાઈ રૂપારેલ ના હસ્તે બાલવાટિકા સ્માર્ટ ક્લાસનું ઉદઘાટન કરવામાં આવ્યું. તેમના દ્વારા અપાયેલ ભવ્ય દાન દ્વારા બાલવાટિકાના બાળકો માટે સ્માર્ટ ટીવી સાથે સમગ્ર સ્માર્ટ રૂમના નવીનીકરણ માટે ઉપરાંત શાળા પ્રાંગણમાં તેમના દ્વારા એક અતિ ભવ્ય ડોમ નિર્માણ કરી ધનશ્રીનો સદ ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં શરદભાઈ રૂપરેલ તથા તેમના ધર્મ પત્ની પ્રતિમાબેન રૂપારેલ નું પુષ્પ ગુચ્છ તથા શાલ ઓઢાડી આચર્યા દ્વારા સન્માન કરવામાં આવ્યું. સાથે શાળાના ભુલકાઓએ રંગ બે રંગી ફુગ્ગાથી મહેમાનો નું સ્વાગત કર્યું હતું.
આ કાર્યક્રમમાં પોરબંદરના તજજ્ઞ ડોક્ટર સુરેશભાઈ ગાંધી ની સવિશેષ પ્રેરણાદાયક ઉપસ્થિતિ એ કાર્યક્રમને વિશેષ રંગ આપ્યો.
આ ઉપરાંત સી.આર.સી ભગીરથભાઈ મંડેરા પણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
શાળાના આચાર્યા ડૉ.પ્રીતિબહેન કોટેચા અને સમગ્ર શાળા પરિવાર દાતાશ્રી નો ખૂબ ખૂબ આભાર માને છે.