જી.એમ.સી. સ્કૂલના વિધ્યાર્થીઓએ ચોપાટી પર ઇમોશન બેલેન્સિંગ & સ્ટ્રેસ રિલિફ મેડિટેશન કર્યું.

આજના આ હરીફાઈયુક્ત યુગમાં વિધ્યાર્થીઓ ડગલેને પગલે માનસિક તણાવ અનુભવે છે. એવામાં બોર્ડ પરીક્ષા નજીક હોવાના કારણે વિધ્યાર્થીઓ ટેન્શન અનુભવ કરતા હોય છે. એ સમયમાં વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે તણાવમુક્ત રહી વિધ્યાર્થીઓ ઉત્તમ રીઝલ્ટ માટે કામ કરી શકે એ માટે જી.એમ.સી. સ્કૂલ દ્વારા હમેશાં અવનવા પ્રયત્નો કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ તણાવમુક્ત રહી હકારાત્મક અભિગમ સ્વીકારી પૂરા જોશથી બોર્ડ પરિક્ષાની તૈયારી કરે એ માટે પોતાને આવેગોને કઈ રીતે નિયંત્રણમાં રાખી પોતાના મનને સ્થિર કરવું એનું સચોટ માર્ગદર્શન અને પ્રેક્ટિકલ કરવાયું. આપણે સૌ જાણીએ છીએ કે વૈદિક સમયમાં એવા ધ્યાન અને પ્રાણાયામ કરવામાં આવતા જેનાથી મનની અને વિચારોની ઉર્જાને સાચી દિશામાં કઈ રીતે વાળી જીવનની સિદ્ધિઓ મેળવાતી પદ્ધતિઓનું વર્ણન છે જ. એ જ પદ્ધતિઓને નવા વૈજ્ઞાનિક અભિગમથી આજના યુગમાં બીજા નામ અને પદ્ધતિઓથી કરાઇ છે. તો આપડી ભારતીય સંસ્કૃતિઓને જીવંત રાખી વિધ્યાર્થીઓમાં હકારાત્મક ઉર્જાઓનો સંચાર થાઈ અને વિધ્યાર્થીઓ પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવે એવા હેતુથી જી. એમ. સી. સ્કૂલ દ્વારા આ મેડિટેશન પ્રોગ્રામનું આયોજન કરાયું હતું. જેમાં વિધ્યાર્થીઓએ ધોરણ 11 અને 12 ના વિધ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાર લીધો હતો. આ મેડિટેશન માટે જી. એમ.સી. સ્કૂલના કાઉન્સેલર અને સાઇકોલોજી ફેકલ્ટી અને પોરબંદરના જાણીતા મનોવૈજ્ઞાનિક શિવાની સામાણીએ માર્ગદર્શન કર્યું હતું. આ સુંદર અને અતિઉપયોગી એવા મેડિટેશન એક્ટિવિટીને પ્રિન્સિપાલ પ્રતાપ ઓડેદરા, સંસ્થા ના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા તથા ટ્રસ્ટ્રીશ્રી દેવાભાઈ ભૂતિયા અને તમામ ટીચર સ્ટાફ અને એડમીન સ્ટાફે શુભેરછા પાઠવી હતી.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!