શ્રી વિવેકાનંદ વિદ્યાલય છાયા ખાતે ફાયર સેફટી જાગૃતિ કાર્યક્રમ યોજાયો
શ્રી વિવેકાનંદ વિદ્યાલય છાયા ખાતે વિદ્યાર્થીઓ માટે ફાયર સેફટી જાગૃતિ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં ફાયર ડેમોસ્ટ્રેશન કરી ને વિદ્યાર્થીઓ ને વિવિધ માહિતી આપવામાં આવી હતી.
શ્રી વિવેકાનંદ વિદ્યાલય છાયા ખાતે ફાયર સેફટી જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. શાળાના ટ્રસ્ટીશ્રી નિલેશભાઈ થાનકી ના માર્ગદર્શન હેઠળ શાળાના વિજ્ઞાન શિક્ષક જયદીપભાઈ વાઢિયા અને ઇસ્માઇલ મુલતાની દ્વારા વિદ્યાર્થીઓને આગ લાગે ત્યારે તેના પર કેવી રીતે કાબુ મેળવવો, તેમજ આગના બનાવમાં ફસાયેલ વ્યક્તિને કેવી રીતે બચાવી સકાય, અગ્નિ શામક યંત્રનો ઉપયોગ કરવા અંગે લાઈવ ડેમોસ્ટ્રેશન આપવામાં આવ્યું હતું બાળકોમાં ફાયર સેફ્ટી અંગે સજાગતા, સભાનતા આવે અને તેઓ પોતાનું તેમજ પોતાની આસપાસના રહીશોનું રક્ષણ કરે તેવા આશયથી ફાયર સેફ્ટીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આગ ઓલવવાના વિવિધ બોટલો, કેમિકલોની વિગતવાર જાણકારી આપી હતી. તેમજ આવી આપત્તિ એકાએક આવી જાય અને આગ લાગી જાય ત્યારે પોતે તેમજ પોતાની સાથેના સાથીદારોને કેવી રીતે બચાવવા તેના પણ પ્રેક્ટિકલ નમૂના કરી બતાવ્યા હતા.