ગુજરાત ગ્રંથાલય સેવા સંઘનો ત્રિદિવસીય ગ્રંથાલય સેમિનાર

પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા પ્રસ્થાપિત સાંદીપનિ વિદ્યાનિકેતન-પોરબંદરના સેવા સહયોગથી રાજા રામમોહન રાય લાયબ્રેરી ફાઉન્ડેશન-કોલકાતા અને ગુજરાત સરકારશ્રીના ગ્રંથાલય ખાતાની આર્થિક ગ્રાન્ટ વડે ગુજરાત ગ્રંથાલય સેવા સંઘ, ગુજરાત રાજ્ય-અમદાવાદ આયોજીત ૯મો રાષ્ટ્રીય અને ૩૯મા ત્રિદિવસીય ગ્રંથાલય સેમિનારનું આયોજન તા. ૧૦, ૧૧ અને ૧૨ જાન્યુઆરી-૨૦૨૪ના રોજ સાંદીપનિ વિદ્યાનિકેતનની શ્રી બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયમાં કરવામાં આવેલ છે.
આ સેમિનારમાં આવનાર સમય સાથે તાલ મેળવવા ગ્રંથાલયને સુસજ્જ કરવા માટે શાળા, કોલેજ, યુનિવર્સિટી, સાર્વજનિક ગ્રંથાલયોના ગ્રંથપાલશ્રીઓએ લખેલા જ વિષય પરના ૬૧ નિબંધોનું વાંચન કરી, તે ઉપર પ્રશ્નોત્તરી કરી તેની છણાવટ કરવામાં આવશે, જેના ઉદ્ઘાટન માટે કલેક્ટરશ્રી, પોરબંદર, પ્રખર ઈતિહાસવીદ્ નરોત્તમભાઈ પલાણને આમંત્રણ આપવામાં આવેલ છે.
Please follow and like us:
CATEGORIES Porbandar
