“મેરી મિટ્ટી, મેરા દેશ” અંતર્ગત પોરબંદરમાં 1000 બાઈક સાથે વિશાળ રેલી યોજાઈ
ભારતીય જનતા યુવા મોરચા – પોરબંદર જિલ્લો દ્વારા સફળ આયોજન : યુવા મોરચા ના પ્રદેશ અધ્યક્ષ ડો. પ્રશાંત કોરાટ ખાસ ઉપસ્થિત રહ્યા
ભારતીય જનતા યુવા મોરચા પોરબંદર જિલ્લો દ્વારા આજે અસમાવતી રિવરફ્રન્ટ થી વિશાલ બાઇક રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય જનતા યુવા મોરચા ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ડો. પ્રશાંત કોરાટ સહીત ભારતીય જનતા પાર્ટી ના હોદેદારો, કાર્યકરો 1000 બાઈક સાથે બહોળી સંખ્યામાં જોડાયા હતા.
આ બાઇક રેલી અસમાવતી રિવરફ્રન્ટ થી શરૂ થઈ કમલાબાગ, ખીજડી પ્લોટ, હાર્મની, ખાદી ભંડાર, નટવર ચોક, કીર્તિ મંદિર થઈ શીતળા ચોક, રેલવે સ્ટેશન, રામ ગેસ્ટ હાઉસ, દર્શન એપાર્ટમેન્ટ થઈ ભાજપ કાર્યાલય, અટલ ભવન ખાતે પૂર્ણ થઇ હતી.
આ બાઈક રેલી માં ખાસ ઉપસ્થિત ભારતીય જનતા યુવા મોરચા ના અધ્યક્ષ ડો. પ્રશાંત કોરાટે જણાવ્યું હતું કે, દેશ ની આઝાદીના 75 વર્ષ પુરા થયા, “આઝાદી કે અમૃત મહોત્સવ” દેશ ના યશશ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના નેતૃત્વ માં આખા દેશે અમૃત મહોત્સવ ની ઉજવણી કરી અને તેની પુર્ણાહુતી આગામી સમય માં મેરી માટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત દિલ્હી ખાતે પૂર્ણ થનાર છે, દિલ્હી ખાતે માટી નું એકત્ર કરી ને અમૃત ભવન નું નિર્માણ થવા જઈ રહ્યું છે,દેશ ના દરેકે શહેર, દરેક જગ્યા, દરેક ઘર થી માટી નું એકત્રી કરણ કરવામાં આવી રહ્યું છે, લોકો માટી આપી રહ્યા છે, ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ગુજરાતમાં દરેક કોલેજો માં વિદ્યાર્થીઓ પાસે માટી નું એકત્રીકરણ કરવામાં આવ્યું, સાથે સાથે ગુજરાત ની આ ભૂમિ ઉપર અનેક મહા પુરુષો નો જન્મ થયો અને મહા પુરુષો એ દેશ ને આઝાદી અપાવવામાં પોતાના જીવનનું બલિદાન પણ આપ્યું. અનેક એવા સ્વત્રંત્ર સંગ્રામ ના સ્થળો છે ગુજરાતમાં જ્યાં અનેક ની અંગ્રેજો દ્વારા હત્યા કરવામાં આવી અને દેશ ની આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું, તે બધા સ્થળો ની મુલાકાત લઈ ને માટી એકત્રિત કરવાનું કામ ભારતીય જનતા યુવા મોરચાના હોદેદારો કરી રહ્યા છે, આજે પોરબંદર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ , તેમના જન્મ સ્થળ ઉપરથી માટી એકત્ર કરવાનું કામ ભારતીય જનતા યુવા મોરચા દ્વારા કરવામાં આવ્યું છે, પોરબંદર જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના અધ્યક્ષ શ્રી રમેશભાઈ ઓડેદરા અને પૂર્વ ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા ના માર્ગદર્શન હેઠળ પોરબંદર જિલ્લા યુવા મોરચાના પ્રમુખ લક્કીરાજ સિંહ વાળા ના નેતૃત્વ માં વિશાલ બાઈક રેલી અને અમૃત કળશ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું અને ગાંધીજી એ આ દેશ ને સત્ય, અહિંસા ના માર્ગ ઉપર આઝાદી અપાવી છે, સ્વછતા ના આગ્રહી ગાંધીજી ને પ્રણેણાસ્ત્રોત બનાવીને આજે દેશના યુવાનો માં જે રીતે દેશના યશસ્વી વડાપ્રધાને જે રીતે સ્વછતા અભિયાન ની ઝુંબેશ ચલાવી છે, જનજાગૃતિ જગાવી છે. આજે સ્વછતા અંગેસંકલ્પબદ્ધ થઈ ને ગાંધીજીના જન્મ સ્થળ થી માટી નું એકત્રી કરણ કરવામાં આવ્યું છે.
આ બાઈક રેલી માં ડો.શ્રી પ્રશાંતભાઈ કોરાટ, (પ્રમુખશ્રી , ગુજરાત પ્રદેશ યુવા ભાજપ), હરેન્દ્રસિંહ ગોહિલ, (ઉપપ્રમુખ ગુજરાત પ્રદેશ યુવા ભાજપ), સુરપાલસિંહ ચુડાસમા (પ્રભારી , પોરબંદર જિલ્લા યુવા ભાજપ) અમિતભાઇ બોરીચા (પ્રભારી , જામનગર જિલ્લા યુવા ભાજપ), શ્રી બાબુભાઇ બોખીરીયા , (પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી), શ્રી રમેશભાઈ ઓડેદરા (પટેલ ) (પ્રમુખશ્રી પોરબંદર જિલ્લા ભાજપ), શ્રી અશોકભાઈ મોઢા, (મહામંત્રીશ્રી , પોરબંદર જિલ્લા ભાજપ) શ્રી ખીમજીભાઈ મોતીવરસ , (મહામંત્રી શ્રી , પોરબંદર જિલ્લા ભાજપ), શ્રી લક્કીરાજસિંહ વાળા (પ્રમુખ શ્રી , પોરબંદર જિલ્લા યુવા ભાજપ), શ્રી ચેતનાબેન તિવારી (પ્રમુખશ્રી , પોરબંદર_છાયા નગરપાલિકા), શ્રી મનીષભાઈ શિયાળ (ઉપપ્રમુખશ્રી પોરબંદર છાયા નગરપાલિકા), જગદીશભાઈ બાપોદરા , (મહામંત્રી શ્રી , પોરબંદર જિલ્લા યુવા ભાજપ), શ્રી સાગરભાઈ મોદી (પ્રમુખશ્રી પોરબંદર શહેર યુવા ભાજપ), શ્રી કિરીટભાઈ મોઢવાડીયા, (પૂર્વ પ્રમુખશ્રી, પોરબંદર જિલ્લા ભાજપ) વગેરે જોડાયા હતા.
🏍️🛵 બાઈક રેલી ને સફળ બનાવવા યુવા મોરચા ના હોદેદારો-કાર્યકરોની જહેમત
ભારતીય જનતા યુવા મોરચા ના જિલ્લા પ્રમુખ લક્કીરાજસિંહ વાળા, શહેર પ્રમુખ સાગર મોદી, શહેર મહામંત્રી સંદીપ પાંજરી, ઉપપ્રમુખ ભકાભાઈ ઓડેદરા, રાજેશ ગોહેલ, શિવરાજસિંહ જાડેજા, રામભાઈ ખૂંટી, જીત રૂપારેલ, કિંજન દત્તાની, હાર્દિક રાજા, હર્ષ રુઘાની, મયુર કુહાડા, આનંદ નાંઢા સહીત યુવા ટીમે આ બાઈક રેલી ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.