જન્મ દિવસ નિમિત્તે દંપતિએ કર્યો દેહદાનનો સંકલ્પ
રેડક્રોસ ઓફિસ ખાતે સંકલ્પ પત્ર અપર્ણ કરી જન્મ દિવસ ઉજવ્યો
પોરબંદર રેડક્રોસ દ્વારા અનેક પ્રકારની સેવા પ્રવૃત્તિઓ સાથે દેહદાન જાગૃતિનું કામ કરવામાં આવે છે ત્યારે પોરબંદરના સેવાભાવી સંદીપભાઈ માંડવીયાનો 11મી જાન્યુઆરીના રોજ જન્મ દિવસ છે તેમણે દેહદાનનો સંકલ્પ કરી જન્મ દિવસની ઉજવણી કરવાનું વિચાર્યું. સંદીપભાઈના જન્મ દિવસે તેમણે કરેલા દેહદાનના સંકલ્પને તેમના પત્ની પૂજાબેન સંદીપભાઈ માંડવીયાએ પણ ટેકો આપી બંને દંપતીએ રેડક્રોસ ઓફિસ ખાતે દેહદાનના સંકલ્પ પત્રો અર્પણ કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા.
સંદીપભાઈ અને પૂજાબેન પતિ પત્ની બંનેને સન્માન પત્ર અપર્ણ કરી તેમના આ સેવા સંકલ્પને બિરદાવવા મેડીકલ કોલેજના એનોટિમી વિભાગના વડા ડો. મયંક જાવીયા, પોરબંદર રેડક્રોસના સેક્રેટરી અને રાજ્ય મેનેજિંગ કમિટી મેમ્બર અકબરભાઈ સોરઠીયા, પીઆરઓ જગદીશભાઈ થાનકી વગેરે ઉપસ્થિત રહ્યા હતા
