શીલ ગામે સોમવારે અમાસનો ચીભળીયો લોકમેળો સઁપ્પ્ન
220 વર્ષ પહેલા નીલકંઠ વર્ણી ભગવાન શ્રી સ્વામિનારાયણ આ મેળામાં પધારી ચીભડાં લીધા હતા : આજુ બાજુના ગામડા લોકો શ્રદ્ધા પૂર્વક ઉમટીયા પોરબંદર – સોમનાથ દરિયાઈ પટ્ટી ઉપર શીલ ગામે વર્ષોથી યોજાતો પરંપરાગત એક દિવસીય ચીભળીયો લોક મેળો આગામી તા 2-9-24 અમાસને સોમવારે દરિયા કિનારે શીલ ગ્રામ પંચાયત નેજા હેઠળ ઉત્સાહ ભેર યોજ્યો હતો જેમાં આજુ બાજુ ના ગામડા માંથી મોટી સંખ્યા માં લોકો ઉમટિયા હતા માંગરોળ તાલુકા ના શીલ ગામે ભાદરવી અમાસ ને તા 2-9-24 સોમવારે શીલ થી ત્રણ કિલોમીટર દૂર આવેલ અરબી સમુદ્ર, અને નેત્રંવતી નદીના સઁગમ સ્થળે દરિયા કિનારે શ્રી સ્વામિનારાયણ નીલકંઠ વર્ણી મંદિરના વિશાળ મેદાનમાં સ્વયંભુ રંગા રંગ ભાતીગળ લોક મેળો યોજાયો હતો. આ પંથકમાં તત્કાલીન સમયમાં ચીભડાં નુ ઉત્પાદન ખુબ થતું હતું આ થી આ લોકમેળામાં ચીભડાં નો વેપાર ખુબ થતો, આ આ પંથક માં “ ચીભળીયો લોક મેળા “ તરીકે પ્રખ્યાત છે આ ચીભળીયો લોક મેળા સાથે શ્રી ભગવાન સ્વામિનારાયણ નીલકંઠવરણી નો એ ક પ્રસન્ગ જોડાયેલો છે. ભગવાન સ્વામિનારાયણ નીલકંઠવરણી બાળ વયે ગુરુ ની શોધમાં અયોધ્યા ના છપૈયા થી દરિયાકિનારે શીલ ગામ નજીકના લોએજ ગામે પધારિયા હતા ત્યારે ભાદરવી અમાસ હતી. તે દિવસે આ શીલ ગામના ચીભળીયાલોક મેળામાં નીલ કંઠ વર્ણીસ્વામિનારાયણ ભગવાન પધાર્યા હતા. ત્યારે શીલ ગામના ઘેડીયા કોળી જ્ઞાતિના દેવા ભગત ની વાડી માં ચીભડાં જોઈ ને ખૂબ જ રાજીપો વ્યક્ત કર્યોં હતો. અને દેવા ભગત ને ભગવાન નીલકંઠવરણી એ કહ્યં કે., “ મને પ્રસાદી માટે થોડા ચીભડાં આપો “. ત્યારે દેવા ભગતે પરીક્ષા કરવા કહ્યું કે આ ચોફાર ( કપડાનો મોટો ટુકડો ) માં ભરાય એટલા ચીભડાં ઉપાડી ને લઇ જાવો ત્યારે ભગવાન નાની બાળ વયે નીલકંઠ વર્ણી ભગવાનસ્વામિનારાયણે કહ્યું કે “ તમારે જેટલાં ચીભડાં ભરવા હોઈ એટલા આ ચોફાર માં ભરી આપો દેવા ભગતે એક ગાડું ચીભડાં આ ચોફારમા ભરી દીધા હવે તમે જાતે ઉપાડી ને લઇ જાઓતો ખરા!!! ત્યારે નીલકંઠવારણી ભગવાન સ્વામિનારાયણ એ ચીભડાં નો મોટો ગાંસડો માથે ઉપાડો શીલ ગામથી ત્રણ કિલોમીટર લોએજ ગામે લઇ ગયા આ ચીભડાં ના ભારા ના પ્રસન્ગ નુ ચિત્ર સ્વરૂપે ગાંધીનગર ના અક્ષર ધામ અને લોએજ ના ભગવાન નીલકંઠવરણી ના પ્રદર્શન રૂમ માં મુકવામાં આવેલ છે શીલ ગામે થી દેવા ભગત ની વાડીમાંથી લોએજ ગામે ભગવાન ચીભડાં લાઈગયા હાલમાં પણ ભગવાન નીલકંઠ વર્ણી એ સ્નાન કર્યું એ દેવા ભગતની વાડીમાં આવેલ વાવ “ “કામળિયા વાવ “ તરીકે પ્રખ્યાત છે. આ પ્રસન્ગ ચીભડીયા લોક મેળા સાથે જોડાયેલો છે તેની સ્મૃતિ માં તાત્કાલિ સમયના લોએજ ના કોઠારી સ્વામી અને હાલ પોરબંદર ના શાસ્ત્રી સ્વામી પૂજ્ય શ્રી હરીપ્રકાશ દાસજી એ એક નાનું શ્રી નીલકંઠ વર્ણી ભગવાન ના, મંદિર નુ નિર્માણ કરેલ છે શીલ ગામના સેવા કર્મી યુવા સરપંચ શ્રી જયેશ ભાઈ ચુડાસમા ના નેતૃત્વ માં માનવંતા મહાનુભાવો ની ઉપસ્થિતિ માં આ શિલના મંદિર ખાતે લોએજ મંદિર ના સ્વામી નારાયણ મંદિર ના કોઠારી શાસ્ત્રી પૂજ્ય શ્રી મુક્ત સ્વરૂપ દાસજી સહીત ના સંતો ના આશીર્વાદ સાથે આ ચીભળીયા લોક મેળા નો શુભારંભ થયો હતો . પુરાણ પ્રસિદ્ધ નીલકંઠવરણી ભગવાન સ્વામિનારાયણ ની સ્મૃતિ તાજી કરા વતો પ્રતિ વર્ષ ભાદરવી અમાસેયોજાતો પરમ પરંગત સ્વયં ભુ લોક મેળો સમગ્ર આ પંથકમાં આગવું અને અનેરું આકર્ષણ ધરાવે છે આ ભા તી ગળ ચીભળીયા લોક મેળામાં ગ્રામ્ય અને શહેરી સંસ્કૃતિનો સમનવ્ય ની અનેરી ઝલક જોવા મળે છે આ પવિત્ર દિવસે લોકો સમુદ્ર માં સ્નાન કરી રક્ષા બંધન ના દિવસે બહેને બાંધેલી રાખડી ( રક્ષા ) ને ઋષિકુમારો ના હસ્તે વેદોક મંત્રોચ્ચર ની વિધિ સાથે દરિયા દેવને અર્પણ કરે છે આ પરમ્પરા વર્ષો થી ચાલી આવે છે આ ચીભળીયા લોક મેલાનું આ પંથકમાં અદકેરું મૂલ્ય રહ્યું છે આ લોક મેળામાં અવનવા ખાણી – પીણાં ના સ્ટોલ અવનવા રમકડાં, ગૃહ સુશોભન ની સામગ્રી અવનવી ચીજ વસ્તુ ઓની ખરીદી કરે છે ખાસ કરીને સમુદ્રમાં સ્નાન કરીને ભગવાન ની પ્રસાદી તરીકે ચીભડાં ખરીદવાની પરમ પરાં આજે પણ જળવાઈ રહ્યી છે આહીર રબારી, કોળી કણબી સહીત ની કોમોમાં આ લોક મેળા નુ વિશિષ્ટ સ્થાન રહ્યું છે અગાઉના સમયમાં અશ્વ હરીફાઈ, બળદ ગાડા, ની હરિ ફાઈ યોજાતી હતી જે પ્રથા લુપ્ત થઈ છે સમયના બદલાવ સાથે આ લોક મેળામાં હવે પરિવર્તન આવી ગયું છે.અગાવનાં સમયમાં યુવાનો કેડિયું, ચોરણી માથે ફેન્ટો પગમાં મોજડી અને પાવો વગાડતાં મહાલતા હોય છે તો યુવતીઓ કાજલ ઘેરી આંખો નાકમાં નથડી અને લાલ પીળી ચુદ ડી સાથે મેળો માં ણતી હતી અને સુખડી, ગાંઠિયા થેપલા, પુરી વાનવા, લોકો ભાથા રૂપે સાથે લાવતા હતા ભૂતકાળ માં આ મેળા માં જુગાર ની પાટો પણ નખાતી એ વખતે પાટલા મૂકી જુગાર રમાતો એ જમાનામાં પાઘડી ટોપી પહેરવાનો રિવાજ હતો એટલે આવા જુગાર રમનારા ઓ પોતાની ટોપી માં માથા નીચે રૂપિયા રાખતા હોવાનું કહેવાય છે મેળો એજ છે પણ મેળાની લોક ભુસાતી જાય છે , આ મેળામાં ગામઠી સંસ્કુતિ ના દર્શન કરાવતો મેળો છે જે હવે શહેરી કરણ મેળો બની ગયો છે સમયના બદલાવ સાથે આ મેળામાં પહેરવેશ બદલાયા છે વિચારો બદલાયા છે આચારો બદલાયા છે ભૂતકાળમાં મેળાનું બંધારણ સ્વયં રહેતું મેળે મેળે યોજાય તે મેળો લોકો પોતાની મસ્તી મોજ સાથે મેળાની મોજ માણતા અને આનંદ કરતા ખેતરો માં કાળી મજૂરી કરી હોઈ જેઠ મહિના ની વાવણી કરીહોઇ. અષાઢ બરાબર વરસ્યો હોય, શ્રાવણ ની સરવાણી માં ભીજાયા હોય અને એ પછી કંઈક નિરાંત ફુરસદ, કંઈક આનંદ મેળવવાનો જાણવાનો, માણવાનો મહાલવાનો જો પેસન્ગ હોય તો આ મેળા માં મળે છે પહેલા મેરીજ બ્યુરો ન હતા કોર્ટ કચેરીના આટલા ચલણ ન હતા સંદેશા વ્યવહાર ના સાધનો ન હતા ત્યારે આ લોક મેળામાં સગપણ, વેવિશાળ તથા આ ખા વર્ષ ના મહત્વના સામાજિક બના વો ની વાતો આ મેળા માં થતી “ જો આ મેળા નુ અસલી પણુ ન આપી શકીયે તો કઈ નહિ પણ આ મેળા નુ શહેરી કરણ ઘટાડવામાં આવે અને આપણી સંસ્કુતિ ની પરમ્પરા ને જ આ મેળાનું મહાત્મ્યા જળવાસે, નહીંતર આપણી મહામૂલી અમર સંસ્કૃતિ થી આપણી ભાવિ પેઢી અજાણ રહેશે. “ આ લોક મેળાનું પરા પૂર્વ થી યોજાતા આ સ્વયં ભુ લોક મેળા માં શીલ ગ્રામ પંચાયત દ્વારા આરોગ્ય ની ટિમ સાથે સુંદર સુવિધા આપે છે
આ લોક મેળા માં માંગરોળ મરીન ના પી. આઈ અમિત ભાઈ જાદવ શીલ પોલીસ સ્ટેશન ના પી એસ આઈ ચુડાસમા અને મરીનપોલિસ સ્ટેશન, હોમગાર્ડ જી. આર. ડી. સ્ટાફ અને ગ્રામ પંચાયત ના સભ્યો તેમજ ગામના સ્વયં સેવકો દ્વારા સુંદર પોલીસ બંધોબસ્ત જાળવવા માં આવે લ હતો શીલ સાથે સમુદ્રમાં લોકો પવિત્ર સ્નાન કરી ને લોકમેલા ના શીલ મુકામે આવેલ આ પંથક ના લોકો ના આસ્થાનું પ્રતીક ” ગંગા કુંડ “ ના દર્શન કરે છે એક લોક વાયકા છે કે, આ ગંગા કુંડ માં જયારે શ્રી ક્ર્ષ્ણ માધવપુર થી ભગવાન ભાલકા તીર્થ -નિજ ધામ પ્રભાસ પાટણ ત્રિવેણી સંગમ ખાતે પ્રસ્થાન કર્યું ત્યારે શીલ ગામે આ ગંગા કુંડ માં ગઁગા પ્રગટ થઇ હતી તેમાં શ્રી ક્ર્ષ્ણ એ સ્નાન કર્યું હતું આ થી આ લોક મેળા માં ગંગા કુંડ નુ દર્સન કરી લોક મેળો નુ સમાપન થાય છે. તેમ પોરબંદર ની ડો. વી. આર. ગોઢાણીયા બી. એડ. કોલેજ ના ડાયરેક્ટર અને જાણીતા કેળવણીકાર ડો. ઈશ્વરલાલ ભરડા ની એક મુલાકાત માં જણાવ્યું હતું