બગવદર પો.સ્ટે.માં ફરજ બજાવતા GRDના જવાનને લાંચ રૂશ્વતના ગુન્હામાં પાંચ વર્ષની કેદની સજા ફરમાવતી કોર્ટ

પોરબંદર બગવદર પો.સ્ટે.માં ફરજ બજાવતા જી.આર.ડી.ના જવાનને લાંચ રૂશ્વતના ગુન્હામાં પાંચ વર્ષની રાખત કેદની સજા ફરમાવતી પોરબંદરની ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ
એ.સી.બી. કેરા નં-૦૪/૨૦૧૨
આ કેસ પોરબંદરના નામ.. ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ ની કોર્ટમાં ચાલી જતાં આરોપીઓ પૈકી આરોપી નં-૨ સંજય અરજણભાઈ દિવરાણીયા વિરુદ્ધ ગુન્હો સાબિત માની આરોપીને લાંચ-રૂશ્વત નિવારણ અધિનિયમ ૧૯૮૮ ની કલમ-૭,૧૨, મુજબના ગુન્હા માં તકસીરવાન ઠરાવી ત્રણ વર્ષની સખત કેદની સજા તથા 5000/- નો દન્ડ તથા કલમ -13(1), 13(7) મુજબના કામે તકસીરવાન ઠરાવી પાંચ વર્ષની સખત કેદની સજા તથા રૂ. ૧૦,૦૦૦/- નો દંડની સજાનો હુકમ ફરમાવવામાં આવેલ છે.
આ કામની ટુંકી હકીકત:
આ ગુનાની હકિકત એવી છે કે, વર્ષ-૨૦૧૨ ના અરસામાં આ કામના ફરીયાદી બાબુ રાજાભાઈ ઓડેદરા રહેઃ ફટાણાવાડાને કેશુભાઈ સાથે દુધનો ધંધો કરતા હોવાથી મનદુ:ખ હોય જે બાબતે બોલાચાલી થયેલ અને મારા-મારી થતા કેશુભાઈએ, બાબુ રાજાભાઈ ઓડેદરા વિ. વિરૂધ્ધ ફરીયાદ જાહેર કરતા બગવદર પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે ગુનો દાખલ થયેલ, જે ગુન્હાની તપાસ બગવદર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ. દિનેશ નારણભાઈ ચાંચિયા કરતા હોય ફરીયાદીને કહેલ કે હાજર થઈ જા નહીતો મારે આવવું પડશે અને માર નહી ખાવાના ચાર હજાર રૂપિયા સાથે લઈ બગવદર પો.સ્ટે.ના જી.આર.ડી. સભ્ય સંજય દિવરાણીયા પાસે હાજર થઈ જવા જણાવતા એ રીતે જી.આર.ડી.ના સભ્ય સંજય દિવરાણીયાએ ફરીયાદીને રૂપિયા લઈને રજુ થવાનું ફોન કરી જણાવતા ફરીયાદી આરોપી દ્વારા માંગવામા આવેલ લાંચની રકમ આપવા માગતા ન હોય જેથી તેઓ દવારા જે.જી.ચાવડા, પોલીસ ઈન્સપેકટર,એ.સી.બી. પોલીસ સ્ટેશન પોરબંદરનાઓ રૂબરૂ પોતાની ફરીયાદની હકીકત જાહેર કરતા તેઓની ફરીયાદ લઈ આરોપીઓ સામે ગુન્હો દાખલ કરી લાંચના છટકાનું આયોજન કરવામા આવેલ અને છટકા દરમિયાન પંચોની હાજરીમાં ફરીયાદી પાસેથી આ કામના આરોપી નં-ર સંજય અરજનભાઈ દિવરાણીયાએ રૂ.૪૦૦૦/- હજારની લાંચની માંગણી કરી સ્વીકારેલ અને પોલીસ તથા પંચોની હાજરીમાં રેઈડ દરમિયાન પકડાઈ જતા એ.સી.બી.પો.સ્ટે. પોરબંદરમાં આરોપીઓ વિરાધ-લાંચ-રૂશ્વત નિવારણ અધિનિયમ-૧૯૮૮ ની કલમ-૭, ૧૨, ૧૩(૧)ધ,૧૩(૨) મુજબનો ગુન્હો રજીસ્ટર કરવામા આવેલ અને તપાસના અંતે આરોપીઓ વિરૂધ્ધ નામ કોર્ટ માં ચાર્જશીટ કરવામાં આવેલ.
આ કામની ટ્રાયલ દરમિયાન મદદનીશ સરકારી વકીલ અને એડી.પબલીક પ્રોસીકયુટર અનિલ જે લીલા દ્વારા પ્રોસીક્યુશન તરફે ૭(સાત) જેટલા મૌખિક સાહેદોની જુબાનીઓ લેવામાં આવેલી અને તેઓની જુબાનીમાં ટ્રાયલ દરમિયાન અલગ-અલગ દસ્તાવેજો રજુ કરવામાં આવેલ અને ટ્રાયલના અંતે આરોપીઓ વિરુદ્ધ રેડર્ક પર રજુ થયેલ પુરાવા તથા મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવા પરાથી કેસ પુરવાર કરવામાં આવેલ હોય આરોપીઓને તકસીરવાન ઠરાવવા સરકાર પક્ષે એડી.પી.પી. એન્ડ એ. જી.પી. અનિલ જે. લીલા દવારા દલીલ કરવામા આવેલ.
નામ. કોર્ટ દવારા પ્રોસીકયુશન તરફે રજુ કરવામાં આવેલ મૌખિક તથા દસ્તાવેજ
પુરાવાઓ તથા દલીલો ધ્યાને લઈ પોરબંદરના ડીસટ્રીકટ એન્ડ સેશન્સ જજ આર.ટી. પંચાલ
ની કોર્ટ દવારા આરોપી નં-ર સંજય અરજનભાઈ દિવરાણીયાને લાંચ રૂશ્વત નિવારણ અધિનિયમ-૧૯૮૮ ની કલમ-૭,૧૨, મુજબના ગુન્હામાં તકસીરવાન ઠરાવી ત્રણ વર્ષની સખત કેદ ની સજા તથા ૫૦૦૦/- નો દંડ તથા કલમ -૧૩(૧)૫,૧૩(૨) મુજબના કામે તકસીરવાન ઠરાવી પાંચ વર્ષની સખત કેદની સજા તાથ 10,000/- નો દંડની સજાનો હુકમ ફરમાવવામાં આવેલ છે.
