પોરબંદરમાં ખોટુ વીલ કરવા સંબંધેના વકીલ સામેની ફરીયાદમાં સ્ટે આપતી ડીસ્ટ્રીકટ કોર્ટ.

બનાવની વિગત મુજબ રેણુકાબેન ભગીરથ ભટ્ટ દ્રારા પોરબંદરની પોલીસમાં તેના ગુજરનાર પતિ ભગીરથ જયપ્રકાશ ભટ્ટ ની મિલ્કત સંબંધે ખોટુ વીલ ઉભુ કરી મિલ્કત પચાવી પાડવા અન્વયે તેના પતિના ભાઈ વિપુલ જયપ્રકાશ ભટ્ટ તથા તે વીલ બનાવનાર જામનગર ના એડવોકેટ એન્ડ નોટરી આર. એચ.ચાંદ્રા તથા એડવોકેટ બી. એમ. ચંદારાણા તથા સાક્ષી બીન્દુલ શાહ તથા કેતન ઓઝા સામે ફરીયાદ કરેલી હોય પરંતુ પોલીસ દ્રારા ફરીયાદ દાખલ ન કરતા પોરબંદરના એડિશ્નલ ચીફ જયુડી. મેજી. કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલી હતી.અને તેમાં કોર્ટ દ્રારા ક્રિ. પ્રો. કોડની કલમ-૧૫૬(૩) મુજબ કમલાબાગ પોલીસને તપાસ માટે મોકલતા કમલાબાગ પોલીસ દ્રારા તમામની સામે એફ. આઈ.આર. ફાડી ગુન્હો દાખલ કરેલો હતો. તે સંબંધે બંને એડવોકેટો વતી પોરબંદરનાં જાણીતા એડવોકેટ ભરતભાઈ લાખાણી દ્રારા પોરબંદરની ડીસ્ટ્રીકટ કોર્ટમાં હુકમ ને ચેલેન્જ કરી રીવીઝન દાખલ કરતા અને તેમાં નીચેની કોર્ટના હુકમની અમલવારી સ્ટે રાખવાની માંગણી કરતા અને વિગતવાર હીયરીંગ થતા ડીસ્ટ્રીકટ કોર્ટે નામદાર કોર્ટને હુકમ કરીને ઈન્કવાયરી કરવાનો હુકમ કરેલો હતો.અને અગાઉ નીચેની કોર્ટ દ્રારા જ ફરીયાદ કરવાનો હુકમ કરેલો હતો. ત્યારબાદ રેકર્ડ ઉપર નવો કોઈ પુરાવો રજુ થયેલ ન હોય, કોઈ નવા નિવેદન લીધેલ ન હોય અને આમછતાં જે કોર્ટે ફરીયાદ રદ કરવાનો હુકમ કરેલો હતો તે જ કોર્ટે કોઈ વિશેષ ઈન્કવાયરી થયેલ ન હોવાછતાં ક્રિ. પો. કોડની કલમ-૧૫૬(૩) નીચેફરીયાદ દાખલ કરવાનો હુકમ કરેલો હોય જે હુકમ કાયદાની જોગવાઈઓથી વિરૂધ્ધનો હોય તે સંબંધે વિગતવાર દલીલ કરતા નામદાર એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ ભટ મેડમ દ્રારા એડવોકેટની દલીલ તથા નીચેની કોર્ટે કરેલા હુકમો ઘ્યાને રાખી નીચેની કોર્ટ દ્રારા ક્રિ. પ્રો. કોડની કલમ-૧૫૬(૩) નીચે ફરીયાદ દાખલ કરવાનો હુકમ કરેલ છે. તે હુકમ તાત્કાલીક અસરથી સ્ટે કરવાનો હુકમ કરેલ છે.અને તે રીતે જામનગર ના એડવોકેટ સામે થયેલી ચકચારી ફરીયાદમાં હાલ ડીસ્ટ્રીકટ કોર્ટે સ્ટે આપી દેતા આ પ્રકરણ હાલ ડીસ્ટ્રીકટ કોર્ટમાં ચાલશે. અને તે રીતે એડવોકેટોને રાહત આપતો આ સ્ટે ઓર્ડર આવેલ છે.

આ કામમાં અરજદાર જામનગ૨ ના એડવોકેટ એન્ડ નોટરી આર. એચ. ચાંદ્રા તથા એડવોકેટ બી. એમ. ચંદારાણા વતી પોરબંદરના જાણીતા એડવોકેટ દિપકભાઈ બી. લાખાણી, ભરતભાઈ બી. લાખાણી, હેમાંગ ડી. લાખાણી, અનિલ ડી. સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા, નવધણ જાડેજા, ભુમી વરવાડીયા, ચાંદની મદલાણી, માહી પુરોહીત રોકાયેલા હતાં.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!