અયોધ્યાધામ પ્રભુ શ્રીરામચંદ્ર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે સાંદીપનિ શ્રીહરિ મંદિરમાં ઉત્સવ ઉજવાશે

શ્રીહરિ મંદિર માં આનંદોત્સવ

શ્રીરામજન્મભૂમિ અયોધ્યાધામમાં તારીખ: ૨૨ જાન્યુઆરીના, પોષ શુક્લ દ્વાદશીના રોજ, સોમવારે પ્રભુ શ્રીરામચંદ્ર ભગવાનનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અનેક સંતો-મહંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખુબજ ઉત્સાહ સાથે ભક્તિભાવપૂર્વક અને ધામધૂમથી ઉજવવામાં આવશે. આ મહોત્સવ સંપૂર્ણ ભારતવર્ષના દરેક શહરો-ગામોમાં ભવ્ય અને દિવ્ય રીતે ઉજવવામાં આવશે. જેના ભાગરૂપે પૂજ્ય ભાઈશ્રી શ્રીરમેશભાઈ ઓઝાની પ્રેરણાથી સાંદીપનિ સ્થિત શ્રીહરિ મંદિરમાં પણ આ ઉત્સવ ઉજવાશે.

શ્રીરામચંદ્ર પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવ નિમિતે
*શ્રીહરિ મંદિર માં આનંદોત્સવ*
શ્રીહરિ મંદિરમાં સવારે ૮:૦૦ વાગ્યે થી શ્રીજાનકીવલ્લભ ભગવાનના વિશેષ શૃંગાર દર્શનની ઝાંખી થશે. ત્યાર બાદ સાંદીપનિના ગુરુજનો અને ઋષિકુમારો દ્વારા સવારે ૯:૦૦ થી ૧૦:૪૫ દરમ્યાન સામુહિક સુંદરકાંડ પાઠ અને રામરક્ષાસ્તોત્ર પાઠ સંપન્ન થશે. ત્યાર પછી ૧૧:૦૦ વાગ્યે રાજભોગ આરતી કરવામાં આવશે. રાજભોગ આરતી સંપન્ન થયા બાદ ૧૧:૩૦થી સાંદીપનિના ઋષિકુળ અને ગુરુકુળના સર્વે અધ્યાપકો અને વિદ્યાર્થીઓ શ્રીરામજન્મ ભૂમિ અયોધ્યાનગરીમાં શ્રીરામચંદ્ર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું લાઇવ પ્રસારણ નિહાળશે અને એ સાથે-સાથે ૧૨:૩૦ વાગ્યે શ્રીહરિ મંદિરના સર્વે શિખરો પર અભિજીત મુહુર્તમાં નૂતન ધ્વજારોહણવિધિ સંપન્ન થશે. બપોરે ૧:૦૦ થી ૪:૩૦ સુધી શ્રીહરિમંદિર બંધ રહેશે.
સાંજે ૪:૦૦થી પુનઃ શ્રીહરિ મંદિરમાં શ્રીજાનકીવલ્લભ ભગવાનના વિશેષ શૃંગાર દર્શનનો સૌ ભાવિકો કરી શકશે. સાંજે ૫:૩૦ થી ૬:૩૦ દરમ્યાન ઋષિકુમારો દ્વારા અખંડ રામનામ સંકીર્તન કરવામાં આવશે. ત્યારબાદ ૬:૩૦ થી ૭:૦૦ દરમ્યાન ઋષિકુમારો દ્વારા સામુહિક શ્રીહનુમાન ચાલીસા પાઠ સંપન્ન થશે. શ્રીહનુમાન ચાલીસાના પાઠ થયા પછી ૭:૦૦ દીપોત્સવ થશે અને એ સાથે જ શ્રીરામદરબારની સામૂહિક શયન આરતી કરવામાં આવશે.

શ્રીરામજન્મભૂમિમાં શ્રીરામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આ ઐતિહાસિક દિવસે સાંદીપનિ શ્રીહરિમંદિરમાં પણ અનેરા અને ભક્તિસભર વાતાવરણમાં ઉત્સવનું આયોજન થયેલ હોય આપ સૌ ભાવિકોને આ ઉત્સવમાં જોડાવા માટે તેમજ દર્શનનો લ્હાવો લેવા માટે સાંદીપનિ સંસ્થા તરફથી જાહેર નિમંત્રણ પાઠવવામાં આવે છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!