ભાવનગર રેલવે ડિવિઝનના 4 કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરી બદલ ડીઆરએમ એવોર્ડથી સન્માનિત કરાયા
ભાવનગર ડિવિઝનના 4 કર્મચારીઓને રેલ્વે કાર્ય પ્રણાલીમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ ડીઆરએમ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનના ડીઆરએમ રવીશ કુમારે તેઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યા હતા. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર, આ કર્મચારીઓને રેલ્વે સંરક્ષા અને પ્રબંધનમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે. તમામ કર્મચારીઓને ડિવિઝનલ રેલવે મેનેજર રવીશ કુમાર દ્વારા પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે સિનિયર ડિવિઝનલ ઓપરેશન મેનેજર અભિનવ જેફ અને સી. આર. ગરૂડ઼ા ઉપસ્થિત રહ્યા હતા.
એવોર્ડ મેળવનાર કર્મચારીઓની વિગતો નીચે મુજબ છેઃ સતીશ જી. (કાંટેવાલા-બોટાદ), રાજેન્દ્ર એચ. ઠક્કર (સીટીએમએલ, ભાવનગર પરા), જીતેન્દ્રસિંહ સી. ઝાલા (સીટીએનએલ, ભાવનગર પરા) અને રાધા મોહન (કાંટેવાલા/ગેટ મેન-નિંગાળા).
ઉપરોક્ત રેલ્વે કર્મચારીઓએ તકેદારી અને સજગતા સાથે કામ કરીને સંભવિત રેલ્વે અકસ્માતો અટકાવવામાં અને કાર્ય પ્રણાલીને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. જેમાં ટ્રેન વ્યવસ્થાપન પ્રણાલીમાં ઉત્તમ ભૂમિકા ભજવવી, સતત સ્પાર્કિંગની નોંધ લેવી અને હૈંગિંગ પાર્ટને નોંધ લેવી વગેરે જેવી ઘટનાઓનો સમાવેશ થાય છે.એમ માશૂક અહમદ
(વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક
પશ્ચિમ રેલવે‚ ભાવનગર મંડલ) એ યાદી માં જણાવ્યું હતું.