અયોધ્યામાં શ્રી રામચંદ્ર ભગવાનની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અવસરે એકસ્ટ્રીમ ફિટનેસ કેર પોરબંદર દ્વારા ભવ્ય આતીશબાજી

સમગ્ર ભારત દેશ અને ૧૦૦ કરોડ હિન્દુઓ આખી દુનિયા જુદા જુદા દેશમાં હરોલ્લાસ થી મનાવી રહ્યા છે ઇતિહાસિક દિવસ એટલે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ ના મંદિર માં શાસ્ત્રોક્ત વૈદિક વિધિ વિધાનો સાથે પ્રાણ પ્રતિષ્ઠા નો શુભ અવસર ત્યારે સમગ્ર પોરબંદર પણ આ ભક્તિના મહાસાગર માં પ્રવાહિત જોવા મળ્યું તેના ભાગ સ્વરૂપે એકસ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા ભવ્ય આતીશબાજી અને પ્રસાદ વિતરણ નો કાર્યક્રમ નું આયોજન
કરવામાં આવેલ આ પ્રસંગે ખુબજ ઉર્જાવાન અને એક્ટિવ એવા પોરબંદર છાંયા નગર સેવા સદન ના પ્રમુખ શ્રી ડો ચેતનાબેન તિવારી ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમ ને શોભિત કરેલ આ સાથે સરકારી વકીલ જાડેજા સાહેબ,ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પ્રસન્ન ઠકરાર,ફાયબર ગ્રુપ ના હિત્સ ભાઈ ખોરાવા,મત્સ્ય ઉદ્યોગ ના ધર્મેશભાઈ ચુડાસમા,ફિશ સપ્લાયર એસોસિએશન ના ઉપપ્રમુખ હિતેશભાઈ ખોરાવા તેમજ એક્સ્ટ્રીમ ફિટનેસ કેર ના તમામ જિમ ના સભ્યો,કરાટે,યોગ અને ડાન્સ ના ભૂલકાઓ જોડાઈ અને જયશ્રી રામ ના ઉદઘોષ સાથે શિયાળામાં પણ માહોલ ને ઉષ્માસભર બનાવેલ .આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જુદા જુદા વિષય નિષ્ણાતો ના એક્સપર્ટ ટ્રેનર્સ નો મહત્વનું યોગદાન રહેલ જેમાં મહેશ મોતીવરસ,સુનિલ ડાકી, મયુર ગોહેલ,મોહિત મઢવી,અંજલિ ગનધ્રોકિયા,ક્રિષ્ના મહેતા, વિશાલ બલેજા,શ્રેયસ કોટિયા,ધ્વનિ સલેટ , યશ ડોડીયા, કૃષિકા કોટિયા,મિલાપ લોઢારી,હિના ભરડા,પાયલ ચામડિયા,ખુશ્બુ દાઉડિયા,વિશ્વા ગોહેલ,સંધ્યા પાંડાવદરા,મીરાં પંડ્યા,કિંજલ હોદર તમામ નો આયોજક નિશા કોટિયા,સૂરજ મસાણી અને કેતન કોટીયાએ આભાર વ્યક્ત કરેલ

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!