રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ નું નામકરણ “શ્રીરામ ઇન્ટરનેશનલ એરપોર્ટ” કરવા રજૂઆત
અયોધ્યા ખાતે રામલલ્લા બિરાજમાન થયા છે અને સમગ્ર દેશ રામમય બન્યો છે ત્યારે હીરાસર સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ નુ નામકરણ શ્રીરામ ઇન્ટરનેશનલ એરપોર્ટ કરવા ભુપતભાઈ બોદર ની રજુઆટ
વડાપ્રધાન મોદી ,ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા તથા મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ રજુઆત કરતા જીલ્લા પંચાયત પુવઁ પ્રમુખ ભુપતભાઈ બોદર
રાજકોટ જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ ભુપતભાઈ બોદર અખબારી યાદીમાં જણાવ્યુ. છે કે પ્રચંડ રાષ્ટ્રવાદની વિચાર ધારા ને વરેલી ભારતીય જનતા પાર્ટીની આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના નેતૃત્વ માં કેન્દ્ર સરકાર અને રાજ્ય ના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના નેતૃત્વમા અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર સુશાસન થકી રામરાજ્ય ના સિધ્ધાંતો ને અનુસરી જનકલ્યાણ માટે સખત પરિશ્રમ કરી રહી છે અનેવડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ના શુભ હસ્તે રામજન્મભૂમિ અયોધ્યા ખાતે રામલલ્લા બિરાજમાન થયા છે અને સમગ્ર દેશ રામમય બન્યો છે અને સમગ્ર દેશે રામદીવાળી તરીકે ઉત્સવ મનાવ્યો છે ત્યારે તાજેતર માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદહસ્તે હીરાસર ખાતે લોકાર્પણ કરવામાં આવેલ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ નુ નામકરણ ભગવાન શ્રી રામ ભારત ની આત્મા ના કણ કણમાં છે ત્યારે “શ્રીરામ ઇન્ટરનેશનલ એરપોર્ટ”કરવા રાજકોટ જીલ્લા પંચાયત પુવઁ પ્રમુખ ભૂપતભાઈ બોદરે હિંદુ હૃદય સમ્રાટ વિકાસ પુરુષ વડાપ્રધાન નરેન્દ્ર મોદી , કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, રાજ્ય ના મુખ્ય મંત્રિ ભુપેન્દ્રભાઈ પટેલ, રાજ્ય સરકાર ના ઉડ્ડયન મંત્રી હષઁ સંઘવી, રાજ્યસભાના સાંસદઓ રામભાઈ મોકરીયા , કેસરીદેવસિંહ ઝાલા, સાંસદ મોહનભાઈ કુંડારીયા તથા પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક સમક્ષ લેખીત મા રજુઆત કરી માગણી કરી છે.રામજન્મભૂમિ અયોધ્યા ખાતે રામલલ્લા બિરાજમાન થયા છે ત્યારે સમગ્ર દેશ ના દરેક ગામો અને નગરો અયોધ્યા બની ને શ્રીરામ ભક્તિના રંગે રંગાયા છે ત્યારે લોકલાગણી ને માન આપીને હીરાસર સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ નું નામકરણ “શ્રીરામ ઇન્ટરનેશનલ એરપોર્ટ” કરવા રજૂઆત કરી છે તેમ અંતમાં પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદરે જણાવ્યું હતું