પોરબંદરજિલ્લા કક્ષાની સ્કેટિંગ, ચેસ, લોન ટેનિસ અને ટેકવેન્ડો સ્પર્ધાઓ યોજાઇ



પોરબંદર.તા.૨૪, ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, પોરબંદર દ્વારા સંચાલિત “ખેલ મહાકુંભ ૨.૦” નું આયોજન કરવામાં આવેલ છે.
જે અંતર્ગત પોરબંદર જિલ્લામાં જિલ્લા કક્ષાની ટેકવેન્ડો અને ચેસ સ્પર્ધા સરદાર પટેલ રમત સંકુલ ખાતે, સ્કેટિંગ સ્પર્ધા ચોપાટી સ્કેટિંગ ગ્રાઉન્ડ ખાતે તેમજ લોન ટેનિસ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે યોજાઇ હતી
Please follow and like us:
