વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઈશ્વરીયા અને પીપરીયા ગામે વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી અપાઈ

નાગરિકોને ઘર આંગણે વિવિધ યોજનાકિય લાભો તેમજ કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી ગામમાં દરેક પાત્રતા ધરાવતા લાભાર્થીને લાભ મળે તેવા સંકલ્પ સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં થઈ રહ્યું છે. કેન્દ્ર સરકારની યોજનાઓ ઉપરાંત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓનો લાભ પણ લાભાર્થીઓને આપવામાં આવી રહ્યો છે.
પોરબંદર જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ૧૦૦ ટકા સેચ્યુરેશનના સંકલ્પ સાથે આગળ વધી રહી છે અને ગામોમાં વ્યાપક આવકાર મળી રહ્યો છે.
રાણાવાવના પીપળીયા ઉપરાંત ઈશ્વરીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ગ્રામજનોએ યાત્રાને આવકારી – ગામની બાળાઓએ કુમકુમ તિલક થી સૌનું સ્વાગત કર્યું હતું.
ગ્રામજનોએ તેમજ આગેવાનોએ વિકસિત ભારત ના સંકલ્પ સાથે શપથ લીધા હતા.
ગામમાં સરકારી યોજનાઓ ઉપરાંત આરોગ્ય સેવાઓનો કેમ્પ પણ યાત્રા દરમિયાન યોજી આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી.
સ્વચ્છતા અભિયાન તેમજ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન અને તેનાથી થતા ફાયદા આ ઉપરાંત ડ્રોનથી યુરિયા છટકાવના લાભ અને વિવિધ લાભાર્થીએ સરકારી યોજના નો લાભ કોઈપણ પ્રકારની મુશ્કેલી વગર મળેલી સેવા અંગે પ્રતિભાવ આપ્યો હતો.
