અમદાવાદ ખાતે ગણતંત્ર દિવસે પોરબંદર ડેપોના કર્મચારીઓને સન્માનિત કરાયા
ગ
ુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ના રાજ્ય કક્ષાના મધ્યસ્થ યાંત્રલય, નરોડા, અમદાવાદ ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી કાર્યક્રમ માં વિશિષ્ટ કામગીરી સબબ પોરબંદર ડેપોમાં આસી. ટ્રાફિક ઇન્સ્પેક્ટર તરીકે ની ફરજ બજાવતા એચ. એમ. રૂઘાણી નું સન્માન કરી જી.એસ. આર. ટી. સી. ના મેનેજીંગ ડાયરેક્ટર એમ.એ.ગાંધી દ્વારા પ્રશંસા પત્ર એનાયત કરવામાં આવેલ છે.
તે ઉપરાંત પોરબંદર ડેપો ખાતે ફરજ કંડકટર તરીકે ની બજાવતા
(૧) દિલાવર સિંહ લાખાણી તેમજ
(2) વિરમ ભાઇ આગઠ ને પણ વિશિષ્ટ કામગીરી બદલ વિભાગીય કચેરી, જુનાગઢ ખાતે સન્માનીત કરી પ્રશંસા પત્ર એનાયત કરવામાં આવેલ છે.
સમગ્ર ગુજરાતનાં એસ. ટી. વિભાગ માં પોરબંદર ડેપોનું ગૌરવ વધારવા બદલ જુનાગઢ વિભાગીય નિયામક આર. પી. શ્રીમાળી, વિભાગીય પરિવહન અધિકારી શ્રી એચ. આર. ખાંભલા તથા ડેપો મેનેજર પી. બી. મકવાણાએ
રૂઘાણીને તથા બંને કંડક્ટરો ને અભિનંદન પાઠવેલ છે