કેન્દ્ર સરકારે તમામ હોસ્પિટલોને રસીકરણ માટે મંજુરી આપી

હવે રસી ખાનગી હોસ્પિટલમાં પણ છૂટથી આપી શકાશે. કેન્દ્ર સરકારે તમામ હોસ્પિટલોને રસીકરણ માટે મંજુરી આપી છે, એટલે તેઓ સીધી રસી ખરીદી શકશે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ દેશમાં સરકાર અને ખાનગી હોસ્પિટલ માટે કોવિશિલ્ડ રસીની કિંમત જાહેર કરી છે. આ રસી માટે રાજ્ય સરકારને એક ડોઝના 400 રૂપિયા અને ખાનગી હોસ્પિટલને એક ડોઝ માટે 600 રૂપિયા ચુકવવા પડશે. દેશમાં રસીકરણ અભિયાનને વેગ આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા દ્વારા તાજેતરમાં આપવામાં આવેલી છૂટછાટના પગલે આ રસી આપશે.નવી જોગવાઈઓ હેઠળ રસી ઉત્પાદકો અને પુરવઠા આપનાર કોવિડ રસીના 50 ટકા વેચાણ કેન્દ્ર સરકારને કરે છે જ્યારે બાકીના 50 ટકા રાજ્ય સરકાર અને ખુલ્લા બજારમાં ખાનગી હોસ્પિટલોને આપવામાં આવશે. સીરમ સંસ્થાએ આજે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે નવા નિર્દેશથી રસીના ઉત્પાદનમાં વધારો કરવામાં મદદ મળશે અને રાજ્ય સરકારો, ખાનગી હોસ્પિટલો અને રસીકરણ કેન્દ્રો દ્વારા તેની ખરીદી સરળ કરવામાં આવશે.
