ખીજડી પ્લોટ ગાર્ડન માં મોબાઈલ ટોઇલેટ બ્લોક મુકવા જોઈએ તેવી કોંગ્રેસની માંગ

ખીજડીપ્લોટના બગીચામાં સોચાલય બનાવવાની કોર્ટ મેટર પુરી થાય નહી ત્યાં સુધી લોકો લઘુશંકા કરવા ક્યાં જાય?

કોંગ્રેસે નગરપાલિકાની નીતિ સામે ઉઠાવ્યો મહત્વનો સવાલ:જ્યાં સુધી નિવેડો આવે નહી ત્યાં સુધી દરરોજ હજારો લોકોને શા માટે રખાય છે પ્રાથમિક સુવિધાથી વંચિત?:મોબાઈલ ટોઇલેટની સુવિધા ઉપલબ્ધ કરાવવા થયું સુચન

પોરબંદર શહેર મધ્યે ખીજડીપ્લોટમાં બનાવાયેલા નટવરસિંહજી બાગ બનતો હતો ત્યારથી સોચાલયની સુવિધા ઉભી કરવા માટેનો વિવાદ કોર્ટ સુધી પહોચ્યો છે અને તેનો નિવેડો આવ્યો નથી.તો બીજી બાજુ આ બગીચો ખુલ્લો મૂકી દેવાતા દરરોજ સવાર-સાંજ હજારો લોકો ત્યાં ફરવા અને મોર્નિંગ ઇવનિંગ વોક માટે આવે છે.તેમ છતાં લઘુશંકા કરવા માટે પ્રાથમિક સુવિધાથી પણ શહેરીજનોને વંચિત રાખવામાં આવ્યા છે.માટે પોરબંદર નગરપાલિકાના તંત્રએ અહિયાં મોબાઈલ ટોઇલેટ બ્લોક મુકવા જોઈએ તેવી માંગણી સાથેનું સુચન કોંગ્રેસ દ્વારા થયું છે.

પોરબંદરના ખીજડીપ્લોટમાં આવેલા બગીચાનું સાંસદ સહિત પુર્વ ધારાસભ્યના હસ્તે ઉતાવળે-ઉતાવળે લોકાર્પણ કરી દેવાયા બાદ હજુ સુધી આ બગીચાના તાળા ખોલવામાં આવ્યા નથી, ત્યારે કોંગ્રેસ દ્વારા આ મુદે ગંભીર પ્રકારના આક્ષેપો કરીને મુખ્યમંત્રીને ફરીયાદ પહોચાડવામાં આવી છે.

પ્રદેશ કોંગ્રેસના પુર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સીનીયર આગેવાન રામદેવભાઈ

મોઢવાડિયાએ મુખ્યમંત્રીને કરેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, પોરબંદરના ઈતિહાસમાં ક્યારેય ન થયું હોય તે રીતે ભાજપ શાસિત નગરપાલિકાના પુર્વ પ્રમુખ સરજુ કારીયાએ તેના શાસનના અંતિમ દિવસે ખીજડી પ્લોટના બગીચાનું કામ અધૂરું હોવા છતાં લોકાર્પણ કરવી નાખ્યું હતું.અને શરમની વાત તો એ છે કે સાંસદ રમેશ ધડુક સહિત પુર્વ ધારાસભ્ય વગેરે આગેવાનોના હસ્તે તેનું લોકાર્પણ કરાવ્યું તેમાં તેની તકતીમાં તા.૧૪/૯ ના કામ સંપન્ન થયું છે તેવું દર્શાવાયું છે,પણ આ બગીચો લોકાર્પણ પછી એક મહીને ખુલ્લો મુકાયો હતો.રામદેવભાઈ મોઢવાડિયાએ આક્ષેપ કર્યો છે કે,૩૫ થી ૪૦% કામ અધૂરું હોવા છતાં આગેવાનોના હસ્તે લોકાર્પણ કરાવવામાં આવ્યું હતું. તે પોતાના આંતરિક રાજકીય હિસાબોની પતાવટ માટે કર્યું હતું અને તમારા આ ગંદા રાજકરણમાં પોરબંદરવાસીઓનો શું વાંક?તેવો સવાલ ઉઠાવીને તેમણે ઉમેર્યું છે કે,અહિયાં બગીચામાં દરરોજ સવાર-સાંજ એક હજારથી વધારે લોકો મોર્નિંગ વોક ઇવનિંગ વોક સહિત ફરવા માટે આવે છે.પરંતુ લઘુશંકા કરવા માટેની કોઈ જ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ નથી. સતાધિશોના આંતરિક રાજકારણમાં પોરબંદરવાસીઓનો શું વાંક?તેવો સવાલ ઉઠાવીને તેમણે ઉમેર્યું છે કે,પોરબંદર નગરપાલિકાનું તંત્ર શહેરીજનોને આ પાયાની સુવિધાથી વાથી વંચિત રાખી રહ્યું છે.પોરબંદર નગરપાલિકાના તંત્ર પાસે મોબાઈલ ટોઇલેટ વાનની સુવિધા ઉપલબ્ધ છે.તેથી તંત્રએ તાતકાલીક ધોરણે ખીજડીપ્લોટના આ બગીચામાં ટોઇલેટ બ્લોક મુકી દેવું જોઈએ તેવું સુચન રામદેવભાઈ મોઢવાડિયા દ્વારા કરવામાં આવ્યું છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!