મહારાણા શ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે આંતરરાષ્ટ્રીય ચિત્રકાર એસ.એચ. રઝાના ચિત્રોનું પ્રદર્શન ‘રઝા અંકુરમ’ ખુલ્લુ મુકાયુ


પોરબંદર – છાયા નગરપાલિકા દ્વારા સંચાલિત મહારાણા શ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે આંતરરાષ્ટ્રીય ચિત્રકાર એસ.એચ. રઝાના ચિત્રોનું પ્રદર્શન (original prints)
‘રઝા અંકુરમ’ખુલ્લુ મુકવામાં આવ્યું.

ન્યુ દિલ્હી ખાતેની ધ રઝા ફાઉન્ડેશન ન્યુ દિલ્હી
,ઇનોવેટિવ ગ્રુપ આર્ટિસ્ટ,પોરબંદર તથા ઇન્ડિયન લાયન્સ, પોરબંદર દ્વારા સંયુક્ત ઉપક્રમે આયોજિત પ્રદર્શન ઇન્ડિયન લાયન્સના નેશનલ બોર્ડ મેમ્બર ડો.સનત જોશી ઇન્ડિયન લાયોનેસ રાણાવાવના પ્રમુખ મીનલબેન બલભદ્ર તથા સુપ્રસિદ્ધ ઇતિહાસ વિદ્ નરોત્તમ ભાઈ પલાણના વરદ્હસ્તે ખુલ્લું મુકાયું.
આ પ્રસંગે શ્રી વિજયભાઈ થાનકી, ડો.નૂતનબેન, ગોકાણી, દિવ્યાબેન કોટીયા, નિશાબેન કોટીયા પ્રમુખ ઇન્ડિયન લાયોનેસ પોરબંદર,નિમિષા જોશી, રમેશભાઈ વાંદરીયા ઉપપ્રમુખ ઇન્ડિયન લાયન્સ ઉપસ્થિત રહેલ કાર્યક્રમનું સફળ સંચાલન ચંદ્રેશભાઇ કિશોરે કર્યુંં હતું.

સાઈનાથ ચેરીટેબલ ટ્રસ્ટના દ્વારા મહેમાનો તથા આર્ટ ગેલેરીને ચકલીના માળા ભેટ અપાયા હતા.તારીખ ૧૫ અને ૧૬ સવારે ૧૧ થી સાંજે ૮ સુધી આ પ્રદર્શન પોરબંદરના કલા રસિક નાગરિકો નિહાળી શકશે.

ઈનોવેટિવ ગ્રુપ ઓફ આર્ટિસ્ટના પ્રમુખ બલરાજભાઈ પાડલીયાએ યાદીમાં જણાવેલ.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!