માધવાણી કોલેજમાં સ્વસ્તિક ગ્રુપ પોરબંદર દ્વારા ટ્રાફીક જાગૃતિ સેમિનાર યોજાયો


સ્વસ્તિક ગ્રુપ પોરબંદર / જે.સી.આઈ. / અને પોરબંદર પોલીસ તથા ટ્રાફિક શાખા ના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ જન જાગૃતિ અભિયાન અંતર્ગત તા.05-02-2024 સોમવારના રોજ પોરબંદર જિલ્લા સુરક્ષા અધિકારીઓની હાજરી વચ્ચે કે.એચ.માધવાણી કોલેજમાં કાર્યક્રમ યોજાયેલ.
સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ જાગૃતિ અભિયાન અંતર્ગત પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા તા.15-01-2024 થી તા.14-02-2024 સુધી સુધી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ કાયૅક્રમ દ્વારા વાહનચાલકો મા જાગૃતિ લાવવા નુ અભિયાન અંતર્ગત રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા સલામતી અધિકારીઓનુ ના સ્વસ્તિક ગ્રુપ પોરબંદર દ્વારા પુષ્પગુચ્છ થી સ્વાગત બાદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.બી.ચૌહાણ સાહેબ દ્વારા હળવી શૈલીમાં ટ્રાફિકના નિયમો ની જાણકારી ની શામાટે જરૂર છે તે સમજાવેલ,અને સૌથી વધુ માનવ જીવન કિંમતી છે,અને સમગ્ર ગુજરાત રાજ્યમાં અકસ્માતના કારણે થતા સૌથી ઓછો મૃત્યુ આંક પોરબંદર જિલ્લા નો રહ્યો છે.પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે. એન. અઘેરાએ પોતાના વક્તવ્યમાં હાલ ટ્રાફિકના નિયમો માં થતાં ફેરફાર અને દંડ તથા અકસ્માત વીમા માં મળતા લાભો વિશે જાણકારી આપતા વિશેષમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ ભારતનું ભાવિ છે,એટલે વાહન ચલાવો ત્યારે સમય મેનેજમેન્ટ કરીને વાહન ચલાવો એ આપના માટે તેમજ આપના પરિવાર માટે ખૂબ હિતકારી થશે.ટ્રાફિક જાગૃતિ માટેની સ્વસ્તિક ગ્રુપ પોરબંદર દ્વારા પ્રિન્ટ કરાયેલ પત્રિકાનું વિતરણ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે. બી.ચૌહાણ સાહેબ,પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એન.અઘેરા સાહેબ ના હસ્તે પત્રિકાનું વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમના પ્રોજેક્ટ ચેરમેન શ્રી હરદત્તપુરી ગોસ્વામી દ્વારા ટ્રાફિકના નિયમો માટેની અગત્યની માહિતી અપાઈ, કાર્યક્રમમાં અતિથી વિશેષ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.બી.ચૌહાણ સાહેબ,પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એન.અઘેરા સાહેબ, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર દેવરાજ વાઢિયા, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર જોગલ, માધવાણી કોલેજના વાઈસ પ્રિન્સિપાલ અશ્વિનભાઈ સવજાણી, માધવાણી કોલેજ શિક્ષક સ્ટાફ સાથે અશોકભાઈ તિવારી,મનોજ પંડ્યા, હરદત્તપુરી ગોસ્વામી તથા વિદ્યાર્થી ગણ ઉપસ્થિત રહેલ હતા.શાળા /કોલેજ નાબાળકો ઇન્ટરનેટના માધ્યમથી ટ્રાફીકના નિયમોનું જ્ઞાન મેળવે,તેમજ વાહન ચલાવતી વખતે બીજા ઓને મદદરૂપ થાય. અને તેઓ રાહદારીઓને સલામત રીતે રસ્તો ઓળંગવામાં, સાયકલ સવારોને માર્ગદર્શન, વાહનો ઉભા રાખવાની મનાઈવાળા વિસ્તારોમાં વાહનો ઉભા ન રાખે તે માટે તેમજ ઉત્સવ અને પ્રસંગોએ ભીડવાળા સ્થળોએ ટ્રાફીક નિયમન જળવાઈ રહે તે માટે પોતે નિયમનું પાલન સાથે જાનહાની અને માલહાની અટકાવવ જનજાગૃતિ અભિયાન મા સહયોગ ની અપીલ કરાઈ સ્વસ્તિક ગ્રુપ પોરબંદર ના ઉપરોક્ત સેવા રાષ્ટ્ર અને માનવસેવામાં સમૅપીત
