પોરબંદર જિલ્લા ચાઈલ્ડ વેલ્ફર કમિટી (CWC) ના ચેરમેન તરીકે જાણીતા પ્રખર કાયદાવિદ કેતન દાણી નિયુક્તિ

ગુજરાત સરકાર ના સોશિયલ જસ્ટિસ અને એમ્પાવરમેન્ટ વિભાગ ના એક નોટીફ્રિકેશન દ્વારા સમગ્ર ગુજરાત ના તમામ જિલ્લા ઓ માં ચાઈલ્ડ વેલ્ફર કમિટી (CWC) ની પુન રચના થતા પોરબંદર જિલ્લા કમિટી ના ચેરમેન તરીકે જાણીતા પ્રખર કાયદાવિદ અને કુશળ સંગઠન પ્રહરી તરીકે જાણીતા કેતનભાઈ દાણી ને નિયુક્ત કરાયા છે. નીડર, શિસ્તપ્રીય અને બહોળું મિત્ર વર્તુળ ધરાવતા કેતનભાઈ ઘણી ની નિમણૂક થતાં શહેર ના વકીલ ગણ ઉપરાંત વિવિધ સંસ્થાઓ દ્વારા તેમની નિમણૂક ને આવકારી શુભકામના પાઠવી છે. કેતનભાઈ દાણી ની ચેરમેન શિપ હેઠળ અન્ય ત્રણ સાથી સભ્યોમાં જાણીતા એડવોકેટ તેજસભાઈ થાનકી, સમાજ શાસ્ત્ર ના શિક્ષણવિદ શ્રીમતી કીર્તિદાબેન બાપોદરા અને કુતિયાણાના સામાજિક અગ્રણી અને એડવોકેટ શ્રી નેભાભાઈ ગોરેસરા ની નિયુક્તિ થઈ છે.

આ તમામ નવનિયુક્ત સભ્યો ને પોરબંદર જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઇ બોખીરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા, જિલ્લા મહામંત્રીઑ અશોકભાઈ મોઢા અને ખીમજીભાઈ મોતીવરસ પોરબંદર છાયા નગરપાલિકા ના પ્રમુખ ડો.ચેતના બેન તિવારી, ગ્રંથાલય નિર્માણ વિભાગ પ્રદેશ ભાજપ કન્વિનર વિજયભાઈ થાનકી, ઉપરાંત પોરબંદર શહેર ભાજપ ના પ્રમુખ પંકજભાઈ મજીઠિયા અને પોરબંદર જિલ્લા ના પૂર્વ હોમગાર્ડ કમાડન્ટ સુરેશ સિકોતરા અને જિલ્લા ભાજપ ના તમામ અગ્રણી ઓં તથા આ કમિટી ના પૂર્વ ચેરમેન અતુલભાઈ બાપોદરા એ આવકારી ને પ્રસન્નતા વ્યક્ત કરી છે.

આ ઉપરાંત જિલ્લા ભાજપ અને સંલગ્ન તમામ સંસ્થા ઓ ના આગેવાનો દ્વારા તમામ નવનિયુક્ત સભ્યો ને શુભકામના સાથે અભિનંદન પાઠવ્યા છે એવું એક યાદીમાં જણાવાયું છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!