10ફેબ્રુઆરીએ વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતમા રાજ્યના ૧.૩૧ લાખથી વધુ આવાસોનું ઈ- લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે
આવતીકાલે તા.૧૦ ફેબ્રુઆરીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ ઉપસ્થિતમા રાજ્યના ૧.૩૧ લાખથી વધુ આવાસોનું ઈ- લોકાર્પણ અને ઈ- ખાતમુહૂર્ત કરશે
પોરબંદર તથા માહિયારી ખાતે યોજાનાર કાર્યક્રમમા ૧૯૭ મકાનોનું ઇ-લોકાર્પણ કરાશે
પોરબંદર તા,૯.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમા તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આવતીકાલે તા.૧૦ ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ), (શહેરી), હળપતિ આવાસ યોજના, ડૉ. આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ યોજનાઓના સમગ્ર રાજ્યના ૧,૩૧,૪૫૪ આવાસોના ઇ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્તનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેથી યોજાશે. તેમજ તમામ જિલ્લાઓમાં આ અંતર્ગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.
પોરબંદર જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આવતીકાલે તા. ૧૦ના રોજ સવારે ૧૧ કલાકે માર્કેટિંગ યાર્ડ ખાતે તથા મહિયારી મહેર સમાજ ખાતે વિવિધ મહાનુભાવો તથા અધિકારીઓની ઉપસ્થિતિમાં સવારે ૧૧:૦૦ કલાકે કાર્યક્રમ યોજાશે. જેમાં મહાનુભાવોના હસ્તે ૧૯૭ મકાનોનું ઇ-લોકાર્પણ કરાશે.