લાયન્સ કલબ ના ઉમેશભાઈ અને વર્ષાબેન ગજ્જરના પુત્ર હર્ષના જન્મદિવસની તેમજ “ગુલાબ દિવસ”ની અનેરી ઉજવણી
લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા તા.07-02-2024બુધવારના રોજ સિનિયર લાયન ઉમેશભાઈ ગજ્જર તથા સેન્ટરીયન પ્રમુખ લાયનેસ
વર્ષાબેન ગજ્જરના સુપુત્ર હર્ષ ગજ્જરના જન્મદિવસની તેમજ “ગુલાબ દિવસ”ની અનેરી ઉજવણી કરવામાં આવેલ.
તા.07-02-2024બુધવારના રોજ લાયન ઉમેશભાઈ ગજ્જર તથા વર્ષા બેન ગજ્જરના સુપુત્ર હર્ષ ગજ્જરના જન્મદિવસ પ્રસંગે સવારે સાત વાગ્યે પ્રાગજી બાપાના આશ્રમ માં ….મનોદિવ્યાંગ લોકોને ગરમાગરમ ગાંઠીયા જલેબી સાથે ચા સહિતનો ભરપેટ નાસ્તો કરાવેલ.
જડેશ્વર મહાદેવ મંદિરની ગૌશાળા માં સવારે નવ વાગ્યે ગાયો ને ઘાસ વિતરણ કરવામાં આવેલ.
ચોપાટી ઉપર આયાવર પક્ષીઓને ચણ નાખવામાં આવેલ.
દરબાર ગઢ માં આવેલ જૂના જલારામ મંદિરે જરૂરિયાત મંદ…. લોકોને પોષ્ટિક આહાર આપવામાં આવેલ.
ચોપાટી વિસ્તારમાં ઝૂપડપટ્ટી વિસ્તારમાં વસતા નિરાધાર લોકોને ઘઉં અને અનાજ આપવામાં આવ્યું.
શ્રી રામ મંદિરે બપોરના બાર વાગ્યે જરૂરિયાતમંદ…..લોકોને પોષ્ટિક આહાર આપવામાં આવેલ.
સાંજે સાત વાગ્યે આસ્થા વિકલાંગ કેન્દ્ર,છાયા ના…. મનો દિવ્યાંગ લોકોને પોષ્ટિક આહાર આપવામાં આવેલ.
આ સમગ્ર કાર્યક્રમ માં ખંતીલા પ્રેસિડેન્ટ લાયન નિધિ શાહ મોઢવાડીયા સભ્યોનો ઉત્સાહ વધારવા અને સેવાકીય પ્રવૃતિઓ સતત ચાલતી રહે લોકોમાં લાયન્સ ક્લબનું કામ અને નામ દેખાય તે હેતુથી આજના તમામ કાર્યક્રમમાં સાથે તો રહ્યા સાથે સાથે તેમણે પણ પોતાના આર્થિક સહયોગથી કુદરતના ખોળે જીવતા સૌંદર્ય ભરેલ ભોળા પક્ષીઓને ખોરાક આપ્યો. અને તમામ ને ગુલાબ દિવસ નિમિતે ગુલાબ આપી ચહેરા પર ખુશી લાવી હતી…
લાયન ઉમેશ ભાઈ ગજ્જર એ પુત્ર હર્ષ ના જન્મદિવસે બીજા કોઈ ઉજવણી માં ખોટા ખર્ચા કર્યા વિના ભુખ્યનો જઠરાગ્નિ ઠારવાનો ઉમદા વિચાર સાથે અનેરું પગલું ભરી સમાજને એક નવી રાહ ચીંધી.
આ કાર્યક્રમમાં પ્રેસિડેન્ટ લાયન નિધિ શાહ મોઢવાડીયા,સેક્રેટરી લાયન અજય દત્તાણી,લાયન કિશન મલકાણ, ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી અને હંગર કમિટી ચેરમેન લાયન જયેન્દ્રભાઈ હાથી,લાયન ઉમેશભાઈ ગજ્જર તથા વર્ષાબેન ગજ્જર હાજર રહ્યા હતા.ખૂબ જ સુંદર અને ભવ્ય ઉજવણી માટે લાયન્સ ક્લબ પોરબંદર ધન્યતા અનુભવે છે