ત્રણ વર્ષ નવી શિક્ષણ નીતિના અંતર્ગત પોરબંદર ખાતે પ્રેસ પરિષદ યોજાઈ

ભારતને વિકસિત દેશ બનાવવા નવી શિક્ષણ નીતિ ખૂબ ઉપયોગી બનશે

ક્રિએટિવિટીકૌશલ્યકોમ્યુનિકેશન સ્કીલઆત્મ દિશાકેરિયર ગાઈડન્સ સહિત વિધાર્થી વિકાસમાં ખુબ ઉપયોગી બનશે

વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે વધુ આત્મીયતા કેળવાશે

વડાપ્રધાનશ્રીના શ્રેષ્ઠ ભારતસમર્થ ભારતના સંકલ્પને આ નીતિ સાર્થક કરાવશે

નવી શિક્ષણ નીતિના પોઝિટિવ પાસા વિધાર્થીઓએ પણ રજૂ કર્યા

છ વર્ષ પૂર્ણ કર્યે બાળકને ધો – ૧ પ્રવેશ અને શરૂઆતના ત્રણ વર્ષ સુધી

બાળક બાલવાટિકામાં રહેશે

કેન્દ્રીય વિદ્યાલય અને જવાહર નવોદય વિદ્યાલયના આચાર્યશ્રીએ મીડિયાના મિત્રો સાથે વાર્તાલાપ કર્યો

પોરબંદર તા.૨૭  નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ત્રણ વર્ષ પૂર્ણ થવાના અવસરને ધ્યાનમાં રાખીને પોરબંદર કેન્દ્રીય વિદ્યાલય ખાતે પ્રેસ પરિષદ યોજાઈ હતી. કેન્દ્રીય વિદ્યાલયના આચાર્ય  તથા જવાહર નવોદય વિદ્યાલયના આચાર્યએ નવી શિક્ષણ નીતિ વિશે મીડિયાના મિત્રો સાથે વાર્તાલાપ કર્યો હતો. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ પણ નવી શિક્ષણ નીતિ વિશે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા.

કેન્દ્રીય વિદ્યાલય જુનાગઢના આચાર્ય પવન સુથાર અને જવાહર નવોદય વિદ્યાલયના આચાર્યશ્રી આર. કુમાવતે મીડિયાના મિત્રોને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના શ્રેષ્ઠ ભારત, સમર્થ ભારતના સંકલ્પને આ નીતિ સાર્થક કરાવશે. નવી શિક્ષણ નીતિ વિદ્યાર્થીઓને ગોખણપટ્ટીમાંથી મુક્તિ અપાવી વિધાર્થીઓ ક્રિએટિવ દિમાગે અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને છેલ્લા ૩ વર્ષમા આ નીતિના હકારાત્મક પરિણામો મળી રહ્યા છે. વર્ષ-૨૦૩૦ સુધીમાં ધો-૧ થી ૧૦માં ૧૦૦ ટકા નામાંકન થાય તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. હાલમાં ૧૦+૨+૩ મુજબ શૈક્ષણિક માળખાનું વર્ગીકરણ છે. તેને હવે ૫+૩+૩+૪ મુજબ અમલી બનાવવામાં આવ્યું છે. ઉપરાંત શાળાના વાતાવરણમા બાળકો સરળતાથી ભળી જાય તે માટે  તેમને ત્રણ વર્ષ થયાથી બાલ વાટિકામાં પ્રવેશ આપવામાં આવશે. આમ, બાળક ૬ વર્ષનું થયા પછી ધો-૧માં પ્રવેશ આપવામાં આવશે.

વિદ્યાર્થીઓ, ગમ્મત સાથે જ્ઞાન પ્રાપ્ત કરે, વાર્તા અન્ય શૈક્ષણિક ઉપકરણોનો મહત્તમ ઉપયોગ, ટેકનિકલ શિક્ષણ આપવાની સાથે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે આત્મીયતા વધે તે માટે આ નીતિ મહત્વની  છે. ઉપરાંત વિદ્યાર્થીઓ પોતાની રૂચી મુજબના વિષયોનો અભ્યાસ કરી શકે તેની પણ છૂટ આપવામાં આવી છે. ભવિષ્યમાં જે ક્ષેત્રમાં તક રહેલી છે, તેવા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વગેરે જેવી બાબતોના કૌશલ્યો વિદ્યાર્થીઓ શીખી શકે તેને આ શિક્ષણનીતિ હેઠળ વણી લેવામાં આવ્યાં છે.

આમ, નવી શિક્ષણ નીતિમાં કૌશલ્યવર્ધન પર ભાર આપવામાં આવ્યો છે.  ડિગ્રીને મહત્વ નહીં પરંતુ સ્કિલ એટલે કે આવડત પર ભાર મૂકવામાં આવ્યું છે. જેથી બેરોજગારીની સમસ્યા પણ હલ થશે. ઉપરાંત વિદ્યાર્થીઓ હિન્દી, અંગ્રેજી અને સ્થાનિક ભાષામાં પણ શિક્ષણ મેળવી શકશે.

હાલમાં નવી શિક્ષણ નીતિને કેન્દ્રીય વિદ્યાલયો અને નવોદય વિદ્યાલયમાં લાગુ કરવામાં આવી છે. જેને તબક્કાવાર રાજ્યસ્તરે  પણ લાગુ કરવામાં આવશે. જો કે, નવી શિક્ષણ નીતિની અમુક બાબતોની અમલવારી થઈ ચૂકી છે. તેમ પ્ર મીડિયાના મિત્રોને જાણકારી આપતા કેન્દ્રીય વિદ્યાલયના આચાર્ય પવનકુમાર સુથાર અને નવોદય વિદ્યાલયના આચાર્ય આર. કુમાવતે ઉમેર્યું હતું. જવાહર નવોદય વિદ્યાલય ખાતે ધો.૮ મા અભ્યાસ કરતા વિધાર્થી ઇન્દ્રજીત અને  ધો.૧૨ મા અભ્યાસ કરતી વિધાર્થિની દિપા રાવે નવી શિક્ષણ નીતિથી અભ્યાસમાં આવેલા બદલાવ અને વિધાર્થીઓના વિકાસમાં તેના ફાયદાઓ જણાવ્યા હતા.

આ સાથે કેન્દ્રીય વિદ્યાલય પોરબંદરના ઇન્ચાર્જ આચાર્ય નિતિકા  ભારદ્વાજ,  શિક્ષક ડો. દેવિલા મહેતા, માધુરી બેન,  શોભા પંચાલ  સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!