સાયકલ લઈ ૧૪ દિવસે ૧૬૦૦ કિ.મી. જેટલો રન કાપી જયેશભાઇ અયોધ્યા નગરી પહોંચ્યા: ખારવા સમાજ દ્વારા થયું સન્માન
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના શુભ હસ્તે તા.૨૨.૦૧.૨૦૨૪ ના રોજ પવિત્ર ભુમિ અયોધ્યાના રામમંદિર મા શ્રીરામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા નુ દિવ્ય આયોજન કરવામા આવેલ હતુ. જેમા સમગ્ર દેશ માથી અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેલ હતા. તથા અન્ય ભકતજનો પણ મોટી સંખ્યામા પ્રભુ શ્રીરામ ના દર્શનાથે અયોઘ્યા પહોંચેલ હતા.
બધાજ લોકો ફલાઈટ, ટ્રેન, કાર, કે બસ દ્વારા અયોધ્યા જતા હોય છે. પરંતુ ખારવા સમાજના દિકરા જયેથભાઈ ની આસ્થા પ્રભુ શ્રીરામ પ્રત્યે કંઈક અલગ છે. અડગ વિશ્વાસ, અખુટ શ્રધ્ધા નુ જ્વલંત ઉદાહરણ એટલે ખારવા સમાજ નો દિકરો જયેશભાઈ કાનજીભાઈ વરવાડીયા જે રાજકોટ થી સાયકલ લઈ ૧૪ દિવસે ૧૬૦૦ કિ.મી. જેટલો રન કાપી અયોધ્યા નગરી પહોંચ્યા હતા અને ત્યાંથી પોરબંદર આવેલ છે. હિન્દુત્વ વિચારધારા ની વાત હોય અને આરાધ્ય દેવ શ્રીરામ ના દર્શન કરવા માટે ખારવા સમાજનો દિકરો ગમે ત્યારે ગમે તે રીતે ત્યાં પહોંચી શકે છે તેનુ શ્રેષ્ઠ ઉદાહરણ એટલે જયેશભાઈ.
આજ રોજ ગુજરાત સમસ્ત ખારવા સમજના પ્રમુખશ્રી પવનભાઈ શિયાળ, પોરબંદર ખારવા સમાજના અધ્યક્ષ રણછોડભાઈ શિયાળ, ઉપપ્રમુખ અશ્વિનભાઈ જુંગી, પોરબંદર નગરપાલીકાના ઉપપ્રમુખ મનીષભાઈ શિયાળ, તેમજ પંચપટેલ/ટ્રસ્ટીઓ, નવિબંદર ખારવા સમાજના પ્રમુખ કાન્તીભાઈ કાણકીયા, ઉપપ્રમુખશ્રી રૂપેશભાઈ સુખડીયા, માજી પ્રમુખ નરેન્દ્રભાઈ કાણકીયા તથા આગેવાનઓ ની પ્રેરક ઉપસ્થિતીમા જયેશભાઈ નુ સન્માન કરવામા આવ્યુ હતુ. અને જયેશભાઈ ના આ અડગ વિશ્વાસ અને શ્રધ્ધા ને બિરદાવવામા આવેલ હતુ. જયેશભાઈ એ પોતાના અનુભવો બધાની સમક્ષ રજુ કરેલ હતા.