નવોદય ઈન્ટરનેશનલ સ્કૂલ, કેશોદ ખાતે આકાશી સફર પર લઈ જવા માટે યોજાયો “સ્પેસ કા સફર” કાર્યક્રમ

નવોદય ઈન્ટરનેશનલ સ્કૂલ, કેશોદ ખાતે “સ્પેસ કા સફર” નામની મનમોહક અને શૈક્ષણિક ઈવેન્ટનું આયોજન થયેલ હતો, જેમા વિદ્યાર્થીઓને કોસમોસના અસાધારણ પ્રવાસ પર લઈ જવા મા આવ્યો હતો. નવોદય ઇન્ટરનેશનલ સ્કુલ દ્વારા આયોજિત આ ઇવેન્ટમાં 150 થી વધુ વિદ્યાર્થીઓની ઉત્સાહપૂર્વક ભાગીદારી જોવા મળી હતી જેઓ અવકાશની અજાયબીઓ શોધવા માટે ઉત્સુક હતા. સત્ર દરમિયાન, વિદ્યાર્થીઓ ને ગ્રહો, તારાઓ અને ચંદ્ર મિશનના રહસ્યો માટે મુંબઈ થી મંગાવેલ ખાસ ડિઝાઇન કરેલા ડોમ મા ઇમર્સિવ 3D દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ હતો. વિસ્મયકારક દ્રશ્યોએ બધા બાળકો ને મંત્રમુગ્ધ કરી દીધા અને બ્રહ્માંડ વિશેની તેમની જિજ્ઞાસાને પ્રજ્વલિત કરી. તમામ પ્રતિભાગીઓને ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) દ્વારા મંજૂર પ્રમાણપત્રો પણ આપવામાં આવશે , આ અવકાશ સંશોધન માટે તેમની ઉત્સાહને વધારશે. નવોદય ઈન્ટરનેશનલ સ્કૂલના આદરણીય નિયામક અને બે દાયકાથી વધુનો અનુભવ ધરાવતા જાણીતા શિક્ષણવિદ પૂર્ણેશ જૈને ઉપસ્થિત વાલીઓને સંબોધિત કરીને કેશોદમાં શાળાના વિઝન અને આવનારી નવી શાળા વિશે સમજ આપી હતી. તેમણે આવનારા મહિનાઓમાં અસંખ્ય નવીન પ્રવૃતિઓ રજૂ કરવાની યોજનાઓ પણ શેયર કરી હતી. નવોદય ઈન્ટરનેશનલ સ્કૂલ, કેશોદ ખાતે “સ્પેસ કા સફર” ઇવેન્ટમાં કોસમોસ ડોમ ના સંસ્થાપક નાવેદ ભાઈ, સંસ્થા ના પ્રતિનિધિ નોમેન ખાન અને નમન જૈન નુ વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો. શાળા ના ટ્રસ્ટી શ્રી વી કે વાનપરિયા દ્વારા આ આયોજન બદલ વિશેષ શુભેચ્છાઓ પાઠવી હતી.

Please follow and like us:
Spread the love
CATEGORIES
TAGS

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!