માધવપુર લોકમેળા સંદર્ભે જિલ્લા કલેકટરએ જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યું

માધવપુર લોકમેળો-૨૦૨૪

એપ્રિલ મહિનામાં યોજાનાર માધવપુર લોકમેળા સંદર્ભે

અધિકારીઓને સ્થળ પર સાથે રાખી જિલ્લા કલેકટરએ જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યું

પોરબંદર તા,૨૧. માધવપુર લોકમેળો- ૨૦૨૪ ની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેકટર સહિત અધિકારીઓએ આજે તારીખ ૨૧ ના રોજ માધવપુર ખાતે સ્થળની મુલાકાત કરી હતી.

જિલ્લા કલેક્ટર કે.ડી. લાખાણી, જિલ્લા વિકાસ અધિકારી કેતન ઠક્કર, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા સહિત માધવપુર લોકમેળો ૨૦૨૪ કાર્યક્રમના સુચારૂ સંચાલન માટે તથા વહીવટી સરળતા ખાતર બનાવેલ જુદી જુદી સમિતિના અધિકારીઓ માધવપુર ખાતે ઉપસ્થિત રહ્યા હતા.

અધિકારીઓએ માધવરાયજી મંદિર, મુખ્ય રસ્તો, બજાર, પાર્કિંગ, વિવિધ રાજ્યોના કારીગરો માટેના સ્ટોલ માટેનું સ્થળ, મુખ્ય સ્ટેજ કાર્યક્રમ સ્થળ, ચોરી માયરા, કદંમ કુંડ, મૂળ માધવપુર, માધવપુર બીચ, હેલીપેડ સ્થળ સહિત માધવપુર ખાતે લોકમેળા સંદર્ભે વિવિધ સ્થળની મુલાકાત કરીને જિલ્લા કલેકટરએ અધિકારીઓને જરૂરી સુચના તેમજ માર્ગદર્શન આપ્યું હતું.

આગામી એપ્રિલ મહિનામાં યોજાનાર માધવપુર લોકમેળો ૨૦૨૪ સંદર્ભે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ટીમ પોરબંદર દ્વારા પૂર્વ તૈયારીઓ હાથ ધરાઈ રહી છે. ત્યારે અધિકારીઓએ આજે માધવપુર ખાતે સ્થળની મુલાકાત કરી સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.

Please follow and like us:
Spread the love
CATEGORIES
TAGS

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!