લાયન્સ કલબ પોરબંદર દ્વારા વિવિધ શાળામાં વાંચન ઉપયોગી એવા પુસ્તકો આપી ઉજવણી

લાયન્સ કલબ પોરબંદર દ્વારા તા. 21-02-2024 બુધવારના રોજ “વિશ્વ માતૃભાષા દિવસ” પ્રસંગે લાયન્સ કલબ પોરબંદરના પૂર્વ પ્રમુખ લાયન જીતેશ રાયઠઠ્ઠાના સહયોગથી પોરબંદરની વિવિધ શાળામાં વાંચન ઉપયોગી એવા પુસ્તકો આપી ઉજવણી કરાય
તા. 21-02-2024 બુધવારના રોજ “વિશ્વ માતૃભાષા દિવસ” પ્રસંગે પૂર્વ પ્રમુખ લાયન જીતેશ રાયઠઠ્ઠાના સહયોગથી પોરબંદરમાં આવેલી રાસિકબાપા રોટલાવાળા પ્રાથમિક શાળા,સાંદિપની ગુરુકુળ પ્રાથમિક શાળા ગુજરાતી માધ્યમ,પોરબંદર,નરસંગ ટેકરી પ્રાથમિક, શાળા,પોરબંદર,મહારાણી રૂપાળીબા કન્યા શાળા,પોરબંદર તથા ચમ મેમોરિયલ સ્કૂલ,ગુજરાતી માધ્યમ,પોરબંદર આ તમામ શાળાઓના વાંચનાલય માં ઉપયોગી થઇ શકે તેવા તેમજ વિદ્યાર્થીઓ માં સંસ્કાર તેમજ માતૃભાષા અંગે જાણકારી મળે તેવા પુસ્તકો આપવામાં આવેલ.
લાયન્સ કલબ પોરબંદર ના પ્રેસિડેન્ટ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે લાયન્સ ક્લબ ઇન્ટરનેશલ નો કવેસ્ટ પ્રકલ્પ હોય છે,જેમાં વિશ્વની અનેક ભાષામાં આ પુસ્તકો છાપવામાં આવતા હોય અંતર્ગત શિક્ષકો તથા આચાર્યને તાલીમ અપાતી હોય એવા પુસ્તકો કે જે વેચાતા ક્યાંય મળતા નથી હોતા,અને તેની કિમંત ખૂબ જ વધુ હોય તે અંતર્ગત આ આપણી ગુજરાતી માતૃભાષા માં છપાયેલ તમામ પુસ્તકો નિ:શુલ્ક આપવામાં આવી હતી
આ કાર્યક્રમમાં લાયન્સ કલબ પોરબંદરના પ્રેસિડેન્ટ લાયન નિધિ શાહ મોઢવાડિયા, સેક્રેટરી લાયન અજય દત્તાણી, લાયન દુર્ગા બેન લાદીવાલા તથા વર્ષા બેન ગજ્જર ઉપસ્થિત રહ્યા હતા
વિશ્વમાં ભાષાકીય અને સાંસ્કૃતિક વિવિધતા અને બહુભાષીયતાને પ્રોત્સાહન આપવા તેમજ માતૃભાષા વિશે જાગૃતિ ફેલાવવા માટે ઉજવવામાં આવે છે.વિશ્વમાં 6,000 અને ભારતમાં બંધારણ મુજબ ભારતમાં 22 ભાષાઓને માન્યતા છે. જ્યોરે 121 ભાષાઓ છે જે બોલવામાં અને સમજાય છે.
આજના જમાનામાં અંગ્રેજી મીડિયમમાં ભણાવવાનો ક્રેઝ વધ્યો છે. ઘરે બધા ગુજરાતી બોલતા હોવા છતા દરેક માતા-પિતા પોતાના બાળકને અંગ્રેજી મીડિયમમાં મુકવાનો આગ્રહ રાખે છે. અંગ્રેજી લખતા, બોલતા, વાંચતા આવડતું હશે તો બાળકોનું ભવિષ્ય ઊજળું બનશે તેવી આશામાં પણ અંગ્રેજી મીડિયમમાં મોકલવામાં આવે છે. ગુજરાતી ભાષા સામેના પડકાર ને કઈક મદદ કરવાના હેતુથી
લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા આ કાર્યક્રમ નું આયોજન કરાયું હતું.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!