જી.એમ.સી. સ્કૂલ ખાતે નાતાલ ના તહેવારની ખાસ ઉજવણી કરવામાં આવી
.
જી.એમ.સી. સ્કૂલમાં પ્રેમ, કરુણા અને ભાઈચારના પવિત્ર નાતાલ તહેવારની સુંદર રીતે ઉજવણી કરવામાં આવી. આ નાતાલ ના તહેવારના પાવન અવસર પર નાતાલનું સુંદર ડેકોરેશન કરી સુંદર સંગીત અને ડાંસનું આયોજન કરાયું હતું. ક્રિસમસમાં બાળકોને એક અલગ જ આકર્ષણ હોય છે સન્તાક્લોઝનું એવામાં એક સન્તાક્લોઝ દ્વારા ક્લાસએ ક્લાસએ ફરી બાળકોને ચોકલેટ અપાઈ અને મોજ કરાવી હતી. બાળકો અને શિક્ષકોએ આ ૨૦૨૪ ના વર્ષનું આગમન કરવા નવી શરુવાત કરવા ઉમંગ અને ઉત્સાહથી દરેક એક્ટિવિટીમાં ભાગ લીધો હતો. સાથે ધોરણ ૧ થી ૮ ના વિધ્યાર્થીઓ માટે સોલો ડાન્સ હરિફાઈનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિધ્યાર્થીઓએ અવનવા ગીતો ઉપર સુંદર ડાન્સ પર્ફોર્મન્સ રજૂ કર્યા હતા. તેઓના ઉત્સાહને વધારવા વિધ્યાર્થીઓને સર્ટિફિકેટ અને ગિફ્ટ પણ અપાયા હતા. આ દિવસને યાદગાર બનાવાના અથાગ પ્રયાસને ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પ્રતાપભાઇ ઓડેદરાએ પણ શુભેરછા પાઠવી હતી. જી.એમ.સી. સ્કૂલના આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થા ના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા અને ટ્રસ્ટી શ્રી દેવાભાઈ ભૂતિયાએ ટીચર સ્ટાફ અને એડમીન સ્ટાફ ને શુભેરછા પાઠવી હતી.