પર્યાવરણ થી સુરક્ષિત છે માનવ જીવન..!

પર્યાવરણ થી સુરક્ષિત છે માનવ જીવન..!

લેખિકા સ્નેહા દુધરેજીયા

પર્યાવરણ એટલે આપણી આસપાસ રહેલુ આવરણ .પર્યાવરણ એટલે પરિ+આવરણ “પરિ” એટલે આસપાસનું અને “આવરણ” એટલે આચ્છાદન. માનવજીવન સહિત તમામ જીવસૃષ્ટિ જેના ઉપર આધાર રાખે છે તેવા સંપૂર્ણ જૈવિક અને અજૈવિક પરિબળો સાથેની સંપૂર્ણ કુદરતી પ્રક્રિયા અને તેના દ્વારા નીપજતા સંકુલને પર્યાવરણ તરીકે ઓળખાવી શકાય.પર્યાવરણ એજ આપણુ અસ્તિત્વ છે. માનવજીવનના અસ્તિત્વની પર્યાવરણની ગેરહાજરીમાં કલ્પના પણ કરી શકાતી નથી. માનવીને પર્યાવરણની સતત જરૂર પડે છે, તેથી પર્યાવરણનું પ્રદૂષણ એ માનવી માટે ગંભીર સમસ્યા સર્જે છે.આજે એક તરફ આપણે તંદુરસ્ત જીવનના સપના જોઈએ છીએ અને બીજી તરફ પર્યાવરણને પ્રદૂષિત કરવામાં આપણો જ હાથ રહેલો છે. આજના સમયમાં માનવી અવકાશમાં પહોંચી ગયો છે. નજર ન પહોચે એટલા વિશાળ યાંત્રિક મશીનો આવી ગયા છે જે કામ માનવ દ્વારા થતુ એ કામનુ સ્થાન હવે મશીનોએ લીધું છે સમય ખુબજ આગળ વધી રહ્યો છે આજકાલ બધાને ઓછા સમયમાં વધારે કામ જોઈએ છે.વર્તમાન સમયમાં ઉદ્યોગો દ્વારા પર્યાવરણ પ્રદૂષિત થતું હોવા વિશે ખૂબ સાંભળવા મળે છે. તેથી ધંધાકીય સાહસ પર્યાવરણને પ્રદૂષિત નહિ કરે તે જોવું ખાસ જરૂરી છે.
બગીચામા ફુલ ઉગેલુ હોય કે જાતજાતના વૃક્ષો હોય આ લીલી હરિયાળી સૌ કોઈના મન જીતી લે છે.જો આમ ને આમ ચાલ્યું તો ખાલી બગીચા જ રહેશે.કહેવાનો મતલબ એવો કે વાતો કરવાથી કંઇ થવાનુ નથી અમલ થવુ જરુરી છે.પ્રકૃતિની રક્ષા કરશુ તો જ પ્રકૃતિ દ્વારા આપણી રક્ષા થશે.

વર્તમાન સદીના પ્રથમ દાયકામાં આપણી સમક્ષ અનેક કુદરતી અને માનવસર્જિત વૈશ્વિક સમસ્યાઓએ ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે એ વાત સૌ કોઈ જાણે છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોતાં કહી શકાય કે માત્ર માનવી જ પર્યાવરણનો દુશ્મન છે. પર્યાવરણને પ્રદૂષિત કરવા માટે જવાબદાર એકમાત્ર માનવ જીવ જ છે. આધુનિકરણ તેમ જ વધુને વધુ સફળતા પ્રાપ્ત કરવાની ખોટી ભ્રમણાને લીધે આપણે પર્યાવરણના વિનાશ તરફ આગળ વધતા રહ્યા છીએ એના પરિણામ વધુ ગંભીર જોવા મળીયા એ વાત પણ આજે સૌ કોઈ જાણે છે. પર્યાવરણ આબોહવા ને સંતુલિત રાખે છે.આપણે જરુરિયાતની બધી વસ્તુઓ પણ પર્યાવરણ માથી જ મળે છે.તો પણ આજના સમયમાં આપણે પર્યાવરણ નુ મહત્વ ભુલી ગયા છીએ. જેની અસર આપણે આપણા પોતાનામાં જ જોઈ શકીએ છીએ.જુના જમાના ના લોકો કિલોમીટર કે માઇલો ચાલતા પ્રવાસ કરતા પણ થાકતા નહી કે શ્વાસ ચડતો નહિ એ પરથી નક્કી તો થઇ જ જાય છે કે આપણા સ્વાસ્થય ને કેટલુ અસર કરે છે.પહેલા શાકભાજી ફળો પૌષ્ટિક મળી રહેતા હવે તો દવાથી પકાવેલા મળે છે આજે દવા થી અને કૃત્રિમ ખાતર થી પકવેલ અનાજ કઠોળ શાકભાજી થી લોકોનું આરોગ્ય તંદુરસ્તી બગડી એને લઈને દવાખાનાં હોસ્પિટલો ના ડોક્ટર અને દવા બનાવનારી ફાર્મા કંપનીઓ ની કમાણી અને ઘણી વધી ગઈ એમાં આવી ખેતી કરનારા અને એમના સ્નેહીજનો પણ આરોગ્ય બગડીયા અને રોગના ભોગ બનીયા આજે માનવ જ વધુ પડતા કૃત્રિમખાતરના ઉપયોગ ના લીધે ગુણવત્તા અને જમીન બંને ને નુકસાન થયુ
આજે માનવીએ એક વાત ચોક્કસ સમજી લેવી પડશે કે પર્યાવરણ દ્વારા જ પૃથ્વી પર જીવન શક્ય છે.એક સારુ અને સ્વચ્છ પર્યાવરણ આપણને વધુ સારી રીતે જીવવામા મદદ રૂપ થશે જો તમે એને સારી રીતે જાણવણી કરશો તો.

આપણે સૌ જાણીએ જ છીએ કે શ્વાસમાં ઓક્સિજન વાયુ લઇએ છીએ જે આપણે ને વૃક્ષો દ્વારા મળે છે. આ વૃક્ષો પર્યાવરણનો એક ભાગ છે.કોરોના કાળમાં આપણને ઓક્સિજન ની કિંમત તો સમજી જ ગયા હશો .પાણી પણ એટલુ જ જરુરી છે હાલમાં પણ ઘણા એવા ગામો છે જ્યા પાણી ની અછત જોવા મળે છે.ટુંકમા પર્યાવરણ આપણી બધી જરુરિયાતોને સંતોષે છે. કોઇના કહેવાથી નહી પણ જયારે પોતાની રીતે સંકલ્પ કરીશુને ત્યારે આપણે પર્યાવરણ ની રક્ષા કરી શકીશુ. પર્યાવરણ ની રક્ષા એ તમારી અમારી આપણા બધાની નૈતિક ફરજ છે આપણું કર્તવ્ય છે.આપણી બધાની જવાબદારી છે.માટે આ દિશામાં માનવીએ પોતાનાથી થાય એટલું શ્રેષ્ઠ કાર્ય કરવું જોઈએ સમયે સમયે આપણે આ દિશામાં એક બીજા માનવીને પર્યાવરણ કેટલું ઉપયોગી છે એવા જનજાગૃતિ અભિયાન ના કામો કરવા જોઈએ સરકાર તો આ દિશામાં કામ કરે છે આપણે પણ હવે સમજીને જાણીને આ દિશામાં નેક કાર્ય કરીએ ચાલો આપણે પણ પર્યાવરણ પ્રકૃતિ ની રક્ષા અને એના દ્વારા થતા અસંખ્ય ફાયદાઓ માં આપણે પણ આપણી જન ભાગીદારી નોંધાવીને ઉત્તમ ઉદાહરણ પેશ કરીએં
કહેવાય છે કે અશોકના શીલાલેખ દ્વારા એવુ જાણવા મળે છે કે સમ્રાટ અશોકે પણ વન્યજીવો ના શિકાર પર પ્રતિબંધ મુકેલો હતો.પર્યાવરણમાં સુક્ષ્મ જીવોથી લઇને બધા જ પ્રકારના નાનામોટા પશુપંખી કીટકો શેવાળ લીલ જેવી વનસ્પતિથી માંડીને ઘાસ છોડ વેલા વૃક્ષો નદી તળાવ પર્વતો સાગર આ બધાજ પૃથ્વી અને આપણા જીવનનો અનમોલ ભાગ છે જેને સાચવાની જવાબદારી પણ આપણા બધાની જ છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!