ઉમ્મીદ પોર્ટલની વેબસાઇટ માં વક્ફ મિલ્કતોની નોંધણી માટે પોરબંદર સહિત જુનાગઢ, માંગરોળ, આ ત્રણે શહેરમાં સરસ કામ થઈ રહ્યું છે અને વિના મુલ્યે ફ્રી સેવા

ઉમ્મીદ પોર્ટલની વેબસાઇટ માં વક્ફ મિલ્કતોની નોંધણી માટે પોરબંદર સહિત જુનાગઢ, માંગરોળ, આ ત્રણે શહેરમાં સરસ કામ થઈ રહ્યું છે અને વિના મુલ્યે ફ્રી સેવા થઈ રહી છે.

વક્ફ મિલ્કતોની નોંધણી માટે ઉમ્મીદ પોર્ટલની અત્યંત ધીમી ગતિ, વારંવાર સાઇડ બંધ થવી અને સર્વર ડાઉન થવાની સમસ્યા નિવારવા તાત્કાલિક પગલાં લેવા માટે માનનીય વડાપ્રધાનશ્રી માનનીય રાષ્ટ્રપતિ મહોદયા ,સુઘી પોરબંદર સહીત દેશ ભરમાંથી રજુઆતો કરવામાં આવેલ હતી. તે રજુઆતો ને સરકારે દયાને લઇ ૧ દિવસ નું સમય નું વધારો કરવામાં આવેલ હતું

લઘુમતી બાબતોના મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે,જે મુતવાલીઓ 6 ડિસેમ્બર‌ 2025 ના રોજ રાતના 11:59:59 વાગ્યા સુધીમાં નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરી શકતા નથી, તેઓ વક્ફ ટ્રિબ્યુનલનો સંપર્ક કરી શકે છે, વકફ ટ્રીબ્યુનલ કાયદા દ્વારા વિસ્તરણ આપવાની સત્તા ધરાવે છે.

પોરબંદર સહીત ગુજરાત ભરની મસ્જિદ,દરગાહ,કબ્રસ્તાન,મિલકત ના મુતેવલ્લીઓને જાણ કરવામાં આવેછે કે જો તેઓ પાસે પૂરતા પુરાવાનો અભાવ છે અથવા ઓડિટ બાકી છે કોઈ કાગળ ખૂટી રહ્યું છે તો તેઓ આજનો દિવસ તા.૬/૧૨ શનિવાર ના દિવસમાં ફક્ત મૂતેવલ્લીનું રજીસ્ટ્રેશન મોબાઈલથી કરી દે જેનું પણ રજીસ્ટ્રેશન થયેલું હશે તેઓને મળતી માહિતી મુજબ ત્રણ મહિનાનો સમય સરકાર દ્વારા આપવામાં આવશે જેથી મિલકતના મૂતેવલ્લી ખાસ ફિકર થી આજે જ પોતાનું રજીસ્ટ્રેશન કરાવીલે. રજીસ્ટ્રેશન કરાવવા માટે કોઈ માહિતી જોઈતી હોય માટે વકફ ઉમીદ પોર્ટલ. વિષે સમ્પૂર્ણ માહિતી માટે-નિવૃત્ત નાયબ મામલતદાર અને વકફ એક્ટ નિષ્ણાંત‌ હુસેન દલ,મો.99258 71999 નું સમપક કરવું તેમજ પોરબંદર જિલ્લામાં વકફ નોંધાયેલી મરજીદો.મદ્રેસાઓ, દરગાહો, કબ્રસ્તાન, મકાન, દુકાનો સહિતની મિલ્કતોનું રજીસ્ટ્રેશન કરાવવાનું ફરજીયાત છે. માટે પોરબંદરની વકફ મીલકતો રજીસ્ટ્રેશન કરાવવા સમય ગાળો ખૂબજ ટૂંકો હોથ તેમજ આ પોર્ટલમા ડોક્યુમેન્ટ સબમીટ કરવા માટેની યોગ્ય સમજણ ન હોય માટે વોટ્સઅપ ગ્રુપ સાથે રહી કાયદાકીય જાણકારી લેવી તેમજ પોરબંદર ખાતે સામાજીક કાર્યકર જનાબ ઇસ્માઇલખાન શેરવાની મો.9898923660 ફારુક ભાઇ બઘાંડ મોં 9825162626 નું સપક કરી લેવા જાણ કરવામાં આવેછે

ઉમીદ પોર્ટલ : વકફ મિલ્કતો રજીસ્ટ્રેશન :
👉 છેલ્લી તારીબ 5 ડીસેમ્બર હતી તૈ હવે 6 ડીસેમ્બર છે. તા. 6 ડીસેમ્બર રાતના 00:00 સમય સુધી માહીતી અને ડોક્યુમેન્ટ અપલોડ થઈ શકશે.
👉 છેલ્લા દિવસોમાં સારી કામગીરી થઈ છે. તેમ છતાં મોટા ભાગના વકફની મિલ્કતો અપલોડ કરવાની બાકી છે. બાકી હોય તે ઓડીટ રીપોર્ટની ચિંતા કર્યા વગર હિસાબનું સરવૈયું મુકીને તાત્કાલિક ઉમીદ પોર્ટલ ઉપર વકફની મિલ્કતોનું રજીસ્ટ્રેશન કરાવી લે તેવી વિનંતી.
👉 જુનાગઢ, માંગરોળ, પોરબંદર આ ત્રણે શહેરમાં સરસ કામ થઈ રહ્યું છે અને વિના મુલ્યે ફ્રી સેવા થઈ રહી છે. તેઓ સૌને ખુબ ખુબ અભિનંદન.
👉 ગુજરાત રાજ્ય વકફ બોર્ડ તરફથી તેમજ અન્ય સંસ્થાઓ તરફથી આજે વકફ ટ્રીબ્યુનલમાં સમય વધારવા પીટીશન કરવામાં આવશે.

લી.
ઇસ્માઇલખાન શેરવાની*
સહમંત્રી સિપાઈ સમાજ ટ્રસ્ટ-ગુજરાત
મો.૯૮૯૮૯૨૩૬૬૦

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!