ગુરુકુળ મહિલા કોલેજનો 57મો વાર્ષિક ઉત્સવ ઉજવાયો

રાજરત્ન શ્રેષ્ઠી નાનજીભાઈ કાલિદાસ મહેતા આર્ય કન્યા વિદ્યાલય ટ્રસ્ટ સંચાલિત ગુરુકુળ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનો 57મો વાર્ષિક ઉત્સવ ઉજવાયો. કાર્યક્રમનાં ચિફ ગેસ્ટ તરીકે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સીટી, ગાંધીનગરનાં વાઈસ ચાન્સેલર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી, ગુજરાત ફિટ ઇન્ડિયા મુવમેન્ટના નોડલ ઓફિસર અને બ્રાન્ડ એમ્બેસેડર, બીસીસીઆઈ ઇન્ડિયન સિનિયર અને જુનિયર નેશનલ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ફિઝિયો ટ્રેનર અને આઈ.સી.સી. ટી ટ્વેન્ટી ક્રિકેટ વર્લ્ડ કપના મેનેજર પ્રો. ડો. અર્જુનસિંહ રાણાસાહેબ તેમજ ગેસ્ટ ઓફ ઓનર તરીકે મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાન રાજકોટના પ્રેસિડેન્ટ ડો. યોગરાજસિંહ જાડેજા તેમજ કોલેજની આઈ.ક્યુ.એ.સી.ના સભ્યો ડૉ. મિલનભાઈ વસાવડા, શ્રી નરેન્દ્રસિંહ રાણા, સમીરભાઈ તેજુરા, પુષ્પાબેન જોષી તેમજ દિલીપભાઇ દવે ઉપસ્થીત રહેલા.
આ કાર્યક્રમનું આયોજન કોલેજના પ્રિન્સિપાલ ડો. અનુપમભાઈ નાગર તેમજ કોલેજના વાઇસ પ્રિન્સિપાલ, હોમ-સાયન્સ વિભાગના વડા તેમજ ગીત, સંગીત નૃત્ય ધારાના અધ્યક્ષા પ્રો. રોહિણીબા જાડેજાના માર્ગદર્શન હેઠળ થયેલું.
કાર્યક્રમની શરૂઆત ગુરુકુળ પરંપરા પ્રમાણે વેદમંત્રથિ થઈ. ત્યારબાદ વિદ્યાર્થીનીઓ અને અતિથિઓ દ્વારા સમૂહ પ્રાર્થના હે શારદે મા… અને સર્વ ધર્મ પ્રાર્થના કરાઈ. પછી અતિથિ વિશેષ ડો. અર્જુનસિંહ રાણા સાહેબ તેમજ ડો. યોગરાજસિંહ જાડેજા સાહેબ, ડો. અનુપમ નાગર, આઈ.ક્યુ. એ.સી. ના સભ્યો ડૉ. મિલનભાઈ વસાવડા, નરેન્દ્રસિંહ રાણા, સમીરભાઈ તેજુરા, પુષ્પાબેન જોષી તેમજ દિલીપભાઇ દવે તથા પ્રો. રોહિણીબા જાડેજાએ દીપ પ્રાગટ્ય કરેલું. ત્યારબાદ કોલેજના વાઈસ પ્રિન્સિપાલ, હોમ-સાયન્સ વિભાગના વડા અને ગીત સંગીત નૃત્ય ધારાના અધ્યક્ષા પ્રો. રોહિણીબા જાડેજાએ મુખ્ય મહેમાન ડો. અર્જુનસિંહ રાણા સાહેબ તેમજ ડો. યોગરાજસિંહ જાડેજા સાહેબનો પરિચય આપ્યો તેમજ સૌનું હાર્દિક સ્વાગત કરેલ. ત્યાર પછી ડો. અનુપમભાઈ નાગરે મહેમાન ડો. અર્જુનસિંહ રાણા તેમજ ડો. યોગરાજસિંહ જાડેજાનું સુતમાળા, ઉષ્માવસ્ત્ર તેમજ સ્મૃતિચિહ્નથી સ્વાગત કરેલ. ત્યારબાદ પ્રાધ્યાપકોના વરદ હસ્તે આઈ. ક્યુ. એ. સી. ના મેમ્બર્સ ડૉ. મિલનભાઈ વસાવડા, નરેન્દ્રસિંહ રાણા, સમીરભાઈ તેજુરા,પુષ્પાબેન જોષી તેમજ દિલીપભાઇ દવેને સુતમાલા અર્પણ કરી તેમનું સ્વાગત કરાયું. ત્યાર પછી નાટ્યધારામાં નિષ્ઠાપૂર્વક કાર્ય કરનાર શ્રી પ્રશાંતભાઈ વ્યાસનું વિશિષ્ટ સેવા સન્માન માટે સૂતમાલા અને ઉષ્માવસ્ત્ર અર્પણ કરી અભિવાદન કરવામાં આવ્યું.

ત્યારબાદ ઇનામ વિતરણ નો દોર શરૂ થયો જેમાં અનુક્રમે ગોલ્ડ મેડલ્સ, સપ્તધારા, એન.એસ.એસ., એન.સી.સી., લાઇબ્રેરી વગેરેના એવોર્ડ્સ તેમજ પ્રમાણપત્રો આપવામાં આવ્યા. જેમાં વર્ષ 2022-23 માં આર્ટસ વિભાગમાં ઇકોનોમિકસ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ પ્રાપ્ત કરી ચૂકેલી કુ. ધારા આર. કેશવાલાને રાજરત્ન શ્રેષ્ઠીશ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતા ગોલ્ડ મેડલ, કોમર્સ વિભાગમાં અભ્યાસ કરી ચૂકેલી વિદ્યાર્થીની કુ. માધવી એચ. પુરોહિતને ધીરેન્દ્રભાઈ મહેતા ગોલ્ડ મેડલ તેમજ હોમ-સાયન્સ વિભાગમાં અભ્યાસ કરી ચૂકેલી વિદ્યાર્થીની કુ. જ્યોતિ પાંડાવદરાને ડો. સવિતાબેન મહેતા ગોલ્ડ મેડલ, ધીરેન્દ્રભાઈ મહેતા પોસ્ટ ગ્રેજ્યુએટ સેન્ટર ઓફ ઇંગ્લિશમાં વર્ષ ૨૦૨૧-૨૨માં અભ્યાસ કરી ચૂકેલી વિદ્યાર્થીની કુ. અદિતિ ડી. દવે તેમજ ૨૦૨૨-૨૩માં અભ્યાસ કરી ચૂકેલી વિદ્યાર્થીની કુ. જાનવી એમ. બાવળિયાને ધીરેન્દ્રભાઈ મહેતા ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવેલ. પછી સપ્તધારાના એવોર્ડ્સ આપવામાં આવ્યા. જેમાં ગીત સંગીત નૃત્ય ધારા એવોર્ડ કોમર્સ વિભાગ (અંગ્રેજી માધ્યમ) સેમેસ્ટર-૦૬ની વિધાર્થીની કુ. ક્રિષ્ના એન. ગોજિયાને, નાટ્યધારા એવોર્ડ અંગ્રેજી વિભાગ સેમેસ્ટર-૦૬ની વિધાર્થીની કુ. મૈત્રેયી એમ. ખેરને, જ્ઞાનધારા એવોર્ડ ગુજરાતી વિભાગ સેમેસ્ટર-૦૬ની વિધાર્થીની કુ. ઉર્વશી કે. રાજ્યગુરુને, ખેલકૂદ યોગ વ્યાયામ ધારા એવોર્ડ કોમર્સ વિભાગ (ગુજરાતી માધ્યમ) સેમેસ્ટર-૦૬ની વિધાર્થીની કુ. જાનકી એ. પિપરોતરને, સર્જનાત્મક અભિવ્યક્તિ ધારા એવોર્ડ હિન્દી વિભાગ સેમેસ્ટર-૦૬ની વિધાર્થીની કુ. જાગૃતિ બી. ડાકીને, રંગ કલા કૌશલ્ય ધારા એવોર્ડ કોમર્સ વિભાગ (ગુજરાતી માધ્યમ) સેમેસ્ટર-૦૬ની વિધાર્થીની કુ. પુજા આર. થાનકીને, સામુદાયિક સેવાધારા એવોર્ડ અંગ્રેજી વિભાગ સેમેસ્ટર-૦૬ની વિધાર્થીની કુ. ક્રિષ્ના વી. ચોમલને, એન.એસ.એસ. યુનિટ ૧ અને યુનિટ ૨ ના બેસ્ટ લીડર એવોર્ડ અનુક્રમે અંગ્રેજી વિભાગ સેમેસ્ટર-૦૬ની વિધાર્થીની કુ. વેદાંશી વી. જોષી અને કોમર્સ વિભાગ (ગુજરાતી માધ્યમ) સેમેસ્ટર-૦૬ની વિધાર્થીની કુ. વિરલ વાય. રાણાવાયાને, એન.સી.સી. બેસ્ટ સિનિયર કેડેટ કેપ્ટન એવોર્ડ અંગ્રેજી વિભાગ સેમેસ્ટર-૦૬ની વિધાર્થીની કુ. રેખા બી. ઓડેદરા તેમજ એન.સી.સી. બેસ્ટ જુનિયર કેડેટ કેપ્ટન કોમર્સ વિભાગ (અંગ્રેજી માધ્યમ) સેમેસ્ટર-૦૬ની વિધાર્થીની કુ. હેત્વી આર. થાનકીને, બેસ્ટ લાઇબ્રેરી યુટીલાઈઝેશન એવોર્ડ કોમર્સ વિભાગ (ગુજરાતી માધ્યમ) સેમેસ્ટર-૦૬ની વિધાર્થીની કુ. હર્ષિદા એચ. ગોહેલને તેમજ બેસ્ટ મીડિયા મેનેજર એવોર્ડ અંગ્રેજી વિભાગ સેમેસ્ટર-૦૬ની વિધાર્થીની કુ. ટિશા એ. થોભાણીને આપવામાં આવ્યા. ત્યારપછી વિવિધ ધારા, સ્ટડી સર્કલ અને ઇન્સ્ટિટ્યૂશનલ વેલ્યુઝ માટેના પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું. જેમાં ઇન્સ્ટિટ્યૂશનલ વેલ્યુઝ યજ્ઞ સમિતિમાં કુ. મૈત્રેયી એમ. ખેરને, વેદમંત્ર ગાન સમિતિમાં કુ. ક્રિષ્ના વી. ચોમલને, પ્રાર્થના સમિતિમાં કુ. આરતી ડી. જોષી, કુ. દિવ્યા કોટિયા, કુ. ધ્રુવાંશી વાજા અને કુ. ઉષા મોઢવાડિયાને, લાઇબ્રેરીની વિવિધ પ્રવૃતિઓ માટે કુ. જાનકી એ. પીપરોતરને પ્રમાણપત્રો અપાયા. સપ્તધારા અંતર્ગત ગીત સંગીત નૃત્ય ધારા માટે કુ. રીના એલ. ઓડેદરાને, નાટયધારા માટે કુ. મૈત્રેયી એમ. ખેરને, સર્જનાત્મક અભિવ્યક્તિ ધારા માટે કુ. આરતી ડી. જોષીને, જ્ઞાનધારા માટે કુ. ઉર્વશી કે. રાજ્યગુરુને, રંગ કલા કૌશલ્ય ધારા માટે કુ. પુજા આર. થાનકીને, ખેલકૂદ યોગ વ્યાયામ ધારા માટે કુ. જસ્મિતા પીપરોતરને, સંસ્કૃત સપ્તાહ અંતર્ગત કુ. હિના બુહેચાને પ્રમાણપત્ર અર્પણ કરાયા. સ્ટડી સર્કલ અંતર્ગત વિલિયમ શેક્સપિયર ઇંગ્લિશ સ્ટડી સર્કલ માટે વિધાર્થી પ્રતિનિધિ કુ. વેદાંશી વી. જોષીને, હોમ- સાયન્સ સ્ટડી સર્કલ માટે વિધાર્થી પ્રતિનિધિ કુ. દિવ્યા કોટિયાને, પ્રેમચંદ સ્ટડી સર્કલ માટે વિધાર્થી પ્રતિનિધિ કુ. આરતી ડી. જોષીને, પ્રેમાનંદ સ્ટડી સર્કલ માટે વિધાર્થી પ્રતિનિધિ કુ. ઉમા બી. પરમારને, એડમ સ્મિથ સ્ટડી સર્કલ માટે વિધાર્થી પ્રતિનિધિ કુ. મનીષા કૂછડીયાને, ચાણક્ય સ્ટડી સર્કલ માટે વિધાર્થી પ્રતિનિધિ કુ. સંધ્યા વી. મોઢવાડિયાને તેમજ રતન ટાટા સ્ટડી સર્કલ માટે વિધાર્થી પ્રતિનિધિ કુ. દેવ્યાંગી એસ. મજીઠીયાને પ્રમાણપત્ર અપાયેલા.

કાર્યક્રમના દ્વિતીય તબક્કામાં કોલેજના પ્રિન્સિપાલ ડો. અનુપમભાઈ નાગરે કોલેજનો વાર્ષિક અહેવાલ આપ્યો અને પ્રાસંગિક ઉદબોધન કરેલ. જેમાં તેઓએ અભ્યાસ અને અભ્યાસેતર બાબતોમાં ગુરુકુળ મહિલા કોલેજ કેવી પ્રગતિ કરી રહ્યું છે તેની સુંદર છણાવટ કરેલી અને વિદ્યાર્થીનીઓ તેમજ પ્રાધ્યાપકોને અભિનંદન પાઠવેલા.

ત્યારબાદ પધારેલા આઈક્યુએસી મેમ્બર મિલનભાઈ વસાવડાએ પોતાનું પ્રાસંગીક પ્રવચન આપેલું. જેમાં તેઓએ કહ્યું કે સ્વામી દયાનંદ સરસ્વતી અને ગાંધીજીના ધામમાં આ ઉત્કૃષ્ટ શૈક્ષણિક કાર્ય રાજરત્ન શ્રેષ્ઠી શ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતાએ સ્થાપેલા ગુરુકુળમાં ચાલે છે. જ્યાં શૈક્ષણિક પ્રકલ્પો દ્વારા સ્ટડી સર્કલ, સપ્તધારા, એન.એસ.એસ., એન.સી.સી. વગેરે જેવી પ્રવૃત્તિઓ સુચારુ રૂપે ચાલે છે જે ઘણી ઓછી સંસ્થાઓમાં ચાલે છે. પ્રિન્સિપાલ શ્રી ડો. નાગર સાહેબના માર્ગદર્શનથી અને તેમની ટીમના પ્રયત્નોથી આ કોલેજ ખૂબ સુંદર રીતે પ્રગતિ કરી રહી છે. તે માટે તેઓએ પ્રાચાર્ય ડૉ. નાગર સાહેબ તેમજ તેમની ટીમને ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી.

ત્યારપછી ગેસ્ટ ઓફ ઓનર શ્રી ડો. યોગરાજસિંહ જાડેજાએ પ્રસંગને અનુરુપ ખૂબ ચિંતનીય ઉદ્બોધન કર્યું. જેમાં તેઓએ ભારતનાં આદિ કવિ અને સંસ્કૃતના વિદ્વાન એવાં કાલિદાસની વાત કરતાં કહ્યું કે, તેઓએ અભિજ્ઞાન શાકુંતલમ્ નાટક લખેલું અને કવિ ભવભૂતિએ તેનાં પર ટીકા કરી અભિનવ શાકુંતલમ્ નામે એક પુસ્તકની રચના કરેલી. આ બન્ને વચ્ચેનો ભેદ બતાવી ડો. યોગરાજસિંહે કહેલું કે વેરભાવ કે બદલો લેવાની ભાવનાથી કરેલું કાર્ય પ્રશંસા પામતું નથી અને દેવતાઓને તે માન્ય નથી. આ ઉદાહરણ દ્વારા તેઓએ વિદ્યાર્થીનીઓને શીખ આપેલી કે તમે પણ ક્યારેય એવું કોઈ કાર્ય ન કરશો કે જેમાં બદલો લેવાની ભાવના કે વેરભાવ રહેલો હોય કારણ કે આવું કાર્ય ક્યારેય પણ સફળ કે સિદ્ધ થતું નથી. આ ઉપરાંત તેઓએ પારિતોષિક મેળવનાર તમામ વિદ્યાર્થીનીઓની અભ્યાસ અને અભ્યાસેત્તર પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ દેખાવ બદલ પ્રશંસા કરેલી અને તેઓને ખૂબ ખૂબ સાધુવાદ પાઠવેલા. ડો. યોગરજસિંહ જાડેજાએ કોલેજના વિકાસ માટે થઈ રહેલાં કાર્યો માટે પ્રિન્સિપાલ ડો. નાગર સાહેબને તેમજ પ્રાધ્યાપકોને ખૂબ અભિનંદન પાઠવેલા.

ત્યારપછી ચીફ ગેસ્ટ ડો. અર્જુનસિંહ રાણાએ પોતાના ઉદબોધનમાં ગુરુકુળ કોલેજની દરેક વિદ્યાર્થીનીઓને શક્તિ સ્વરૂપા ગણાવી તેમના ભરપુર વખાણ કરેલા અને દરેક દીકરીઓને તેની કલા માટે બિરદાવેલી. તેઓએ કહ્યું કે, તેઓ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી તરફથી કોલેજને બની શકે તેટલો સહયોગ આપશે તેમજ કોલેજ સાથે મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ એટલે કે એમ.ઓ.યુ. કરશે કે જેનાથી વિદ્યાર્થીનીઓ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી માં ભણીને પણ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના અલગ-અલગ કોર્સીસનો લાભ મેળવી શકશે. તેઓએ વાત કરેલી કે અહીંની વિદ્યાર્થીનીઓ માટે તેઓ રાયફલ શૂટિંગ અને તિરંદાજીનો કોર્સ પણ ઉપલબ્ધ કરાવશે. તે અંતર્ગત તેઓએ સંપૂર્ણ કોર્સ તેમજ રાયફલ શૂટિંગ અને તિરંદાજી શીખવવા માટે મહિલા એક્સપર્ટસ્ પણ ઉપલબ્ધ કરાવવાની વાત કરેલી. આ ઉપરાંત તેઓએ કહેલું કે ગુરુકુળ મહિલા કોલેજ સૌરાષ્ટ્રની પ્રથમ મહિલા યુનિવર્સિટી બનશે અને એ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે ડો. અનુપમ નાગર સાહેબ જ શ્રેષ્ઠ વ્યક્તિ હોય શકે. તેઓએ વિદ્યાર્થીનીઓને તેમજ કોલેજના સમગ્ર પ્રાધ્યાપકોની ટીમને અભિનંદન તેમજ શુભેચ્છાઓ પાઠવેલી.

કાર્યક્રમનાં ત્રીજા તબક્કામાં એટલે કે સાંસ્કૃતિક કાર્યક્રમમાં સૌ પ્રથમ કુ. ટીશા થોભાણી અને તેના ગ્રુપે ‘મેરી ચોખટ પે ચલ કે આજ ચારો ધામ આયે હૈ…’ ભરતનાટ્યમના સ્વરૂપે રજૂ કરેલ. કુ. મનીષા હરિવ્યાસે શબરીની નવધા ભક્તિ પર રોચક વક્તવ્ય રજૂ કરેલ, કુ. જાન્સી હોદ્દાર & ગ્રુપે રામાયણ પર માઇમ રજૂ કરેલ, તો કુ. વેદાંશી જોશી અને તેના ગ્રુપે એક દેશભક્તિ નૃત્ય રજૂ કરેલું. પછી કુ. રિતિકા વારાએ ભારતીય જ્ઞાન પ્રણાલી પર મનનીય વક્તવ્ય રજૂ કરેલ. કુ. રીના ઓડેદરાએ ‘સત્યમ શિવમ સુન્દરમ’ ગીત પોતાના મધુરા અવાજમાં પ્રસ્તુત કરેલું. પછી કુ. દિવ્યા ડોડીયા અને તેના ગ્રુપે કુ. શેફાલીબેન ટીંબાનાં માર્ગદર્શનમાં તૈયાર થયેલ યોગાસન રજૂ કરેલ. કુ. પૂજા થાનકી એન્ડ ગ્રુપે પ્રોફેસર અમીબેન પઢીયારના માર્ગદર્શનમાં તૈયાર થયેલ ભજન ‘પાયોજી મેને રામ રતન ધન પાયો…’ પ્રસ્તુત કરેલ. કુ. વિરલ રાણાવાયા એન્ડ ગ્રુપે ઉર્જાસભર રાસ ‘રણછોડ રંગીલા રજૂ કરેલ’. કુ. ક્રિષ્ના ગોજિયા અને તેના ગ્રૂપે એક નાટક ‘કૃષ્ણ ઉવાચ, આઈ એમ કમિંગ’ રજૂ કરેલ. ત્યારપછી કાર્યક્રમમાં ભાગ લેનારી તમામ વિદ્યાર્થીની બહેનોએ ઉત્સાહપૂર્વક કોલેજ એન્થમ રજૂ કરેલ.

કાર્યક્રમના અંતિમ ચરણમાં હોમ સાયન્સ વિભાગના પ્રો. અને વાર્ષિકોત્સવ સમિતિના સભ્ય પ્રો. શોભનાબેન વાળાએ પોતાની આગવી શૈલીમાં સૌનો આભાર વ્યક્ત કર્યો. કાર્યક્રમની પૂર્ણાહુતિ શાંતિપાઠથી કરાઈ. ઇનામ વિતરણ કાર્યક્રમનું સંચાલન કોલેજના હિન્દી વિભાગના અધ્યક્ષા તેમજ ગીત સંગીત નૃત્ય ધારાના સભ્ય ડો. શાંતીબેન મોઢવાડિયાએ કરેલું તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું સંચાલન ગીત સંગીત નૃત્ય ધારાના સભ્યો પ્રો. અદિતિબેન દવે અને પ્રો. અમીબેન પઢિયાર તેમજ સ્ટુડન્ટ્સ કાઉન્સિલના વાઈસ પ્રેસિડેન્ટ કુ. વિરલ રાણાવાયાએ કરેલું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં ગીત સંગીત નૃત્ય ધારાના અધ્યક્ષા પ્રો. રોહિણીબા જાડેજાની સાથે સભ્યઓ ડો. કેતકીબેન પંડ્યા, ડો. શાંતિબેન મોઢવાડિયા, પ્રો. શોભનાબેન વાળા, કુ. અદિતિબેન દવે, કુ. અમીબેન પઢિયાર તેમજ વિદ્યાર્થીની પ્રતિનિધિઓ કુ. ક્રિષ્ના ગોજિયા, કુ. મૈત્રેયી ખેર, કુ. દેવ્યાંગિ મજીઠીયા, કુ. ટીશા થોભાણી, કુ. વિરલ રાણાવાયા, કુ. આરતી જોષી તથા કુ. દિવ્યા કોટીયાએ જહેમત ઉઠાવેલી.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!