ગોંડલમાં આવેલ ગોંડલીયા પરિવારના ઇષ્ટદેવ લોહલંગરીબાપુ અને લોહંગધામનો ઇતિહ…

ગોંડલીયા પરિવારના ઇષ્ટદેવ તરીકે પૂજાતા લોહ લંગરી બાપુ અને લોહંગધામનો ઇતિહાસ

વૈષ્ણવ સાધુ (બાવા વૈરાગી) માં ગોંડલીયા પરિવારના ઇષ્ટદેવ તરીકે લોહ લંગરી બાપુ પૂજાય છે. અને ગોંડલીયા પરિવારજનો ગોંડલ ખાતે આવેલ લોહંગ ધામમાં દર્શન અર્થે આવે છે અને ધન્યતા અનુભવે છે .પરંતુ મોટાભાગના લોકોને ઈષ્ટ દેવના ઇતિહાસ અંગે ઓછી જાણકારી હોય છે. લોહલંગરી બાપુનો જન્મ ક્યાં થયો હતો ? તેઓએ શું પરચા આપ્યા હતા ?અને અત્યાર સુધી માં લોહંગધામ માં કેટલા કેટલા સંતો મહંતો થઈ ગયા? તે સમગ્ર બાબત અંગે અનેક લોકોને પ્રશ્ન થતા હોય છે .ત્યારે ગોંડલ ખાતે આવેલ લોહંગ ધામના ગાદીપતિ શ્રી શ્રી 108 મહામંડલેશ્વર સીતારામ બાપુએ લોહંગ ધામનો સંપૂર્ણ ઈતિહાસ પોરબંદરના પત્રકાર તથા પોરબંદર સમાચાર વેબસાઈટના ચીફ એડિટર નિમેશ ગોંડલીયાને ઇન્ટરવ્યૂ આપી જણાવ્યો હતો.

ગુજરાતના સૌરાષ્ટ્રમાં ગોંડલ ખાતે આવેલ લોહંગ ધામ અંગે જણાવતા શ્રી શ્રી મહામંડલેશ્વર સીતારામ બાપુએ ઇતિહાસ વર્ણવતા કહ્યું હતું કે લોલંગરી બાપુ નો જન્મ સવંત 1570 માં આમેર માં થયો હતો. તેમનું મૂળ ગામ જીવણસિંહજી રાઠોડ હતું 17 વર્ષની ઉંમરમાં ભક્તિમાં લગની લાગી ગઈ આથી જીવણસિંહજી માંથી તેઓ જીવણદાસજી થયા અને જીવણદાસજી એ લોહ ધારણ કર્યું અને બાદમાં લોહલંગરી બની જયપુર પાસે આવે
ગલતા સ્થાનમાં શ્રી કૃષ્ણદાસજી પાસે દીક્ષિત થઈ આખા ભારતની યાત્રા કરી જુદી જુદી જગ્યાઓએ તપસ્યાઓ કરી સવંત 1625 માં ગૌમંડલ તીર્થ સ્થળે આવ્યા અહીં વડલો, વટેશ્વર મહાદેવ અને બાપુ નો ધુણો હયાત છે તથા વર્ષોથી અહીં દરરોજ અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે જ્યાં અનેક લોકો હરિહર કરે છે અને બાપુની ચેતન સમાધિ શોભાયમાન છે.

ખેડૂતોએ મેણું મારતા બાપુ 21 ગાડા સાંકળ વડે ખેંચી ગોંડલ લાવ્યા હતા

એક ઘટનાને યાદ કરતા સીતારામ બાપુએ જણાવ્યું હતું કે લોહલંગરી બાપુ તેઓના શિષ્યો સાથે મોવિયા ગામે રોકાયા હતા ત્યારે તેના શિષ્યો ખેતરમાં શેરડીનો રસ પીવા ગયા હતા ત્યારે ખેડૂતોએ મેણું માર્યું હતું કે તમારા જેવા સાધુ આટલા મજબૂત જ હોય તો આખા ગોળના ગાડા લઈ જાવ આમ આ પ્રકારનું મેણું મારતા 21 ગોળના ભરેલા ગાડા સાંકળ વડે ખેંચીને લોહલંગરી બાપુ મોવિયાથી ગૌમંડળ સુધી લાવ્યા હતા અને પરચો બતાવ્યો હતો અને આ જોઈ ને પાંચેય ખેડૂતો ને પસ્તાવો થયો હતો મોટા કુંભાજી સાથે પાંચેય ખેડૂતો એ માફી માગી હતી. તે સમયે ગૌમંડલ રાજની 1700થી સ્થાપના થઇ અને ગૌમંડલના રાજગુરુ મહાસિદ્ધ યોગી લોહલંગરીબાપુ છે.

લોહલંગરી બાપૂ પાછી તેના શિષ્ય નારણદાસ બાપુ જે શહીદ થઇ ગયા ગૌમંડલ ને બચાવવા શહીદ થઈ ગયા ત્યારથી તેની ખાંભી અહીં સ્થાપિત છે અને ગોંડલીયા પરિવાર ના સુરાપુરા તરીકે પૂજાય છે અને તેમના પછી રામદાસ બાપુ ગાદી એ આવ્યા ત્યારબાદ પ્રેમદાસ બાપુ ,ચરણદાસ બાપુ કલ્યાણદાસ બાપુ,તથા મહાપ્રતાપી એવા ધનબાઈ માં ગાદી પર આવ્યા હતા.ધનબાઈ માં પછી તેમના શિષ્ય રામદાસ બાપુ આવ્યા અને પછી એક સંસારી પરંપરા આવી આ પરંપરા માં રતનદાસ બાપુ તેમના દીકરા ભાણદાસ બાપુ અને ભાણદાસ બાપુ ના દિકરા બાલકદાસ બાપુ જેણે આ મંદિર નો પૂર્ણ જિર્ણોધાર કરી અને લોહલંગરીબાપુ ની મૂર્તિ પ્રતિષ્ઠા કરી .તેમના પછી જમનાદાસબાપુ એ ગામડે ગામડે જઈ લોહંગ નામનો આહલેક જગાવ્યો અને પ્રજ્વલિત થયેલ અગ્નિ માં પોતાની આહુતિ આપીને યજ્ઞ સ્વરૂપે ધારણ કરી અને ત્યાર થી આ જગ્યા શોભાયમાન છે. એ પરંપરા માં હાલ શ્રી શ્રી 108 મહામંડલેશ્વર સીતારામ બાપુ હાલ ગાદી સંભાળી રહ્યા છે.

450 વર્ષ પહેલાં બાપુ એ દાતણ ની ચીર માં થી વડલાનું પ્રત્યારોપણ કર્યું હતું અને દાતણ ની એક ચીર અહીં અને એક ચીર દુધરેજ મિત્રચારી ના ભાવ રૂપે આવેલ હતી.ત્યાં દુધરેજ માં શષ્ટમસ્વામી મહારાજે દૂધથી દાતણ ની ચીર રોપણ કરી હતી અને વડલો વાવ્યો હતો.અને અહીં ગંગાજળ નું સિંચન કરી દાતણ ની ચીર વડલા તરીકે વાવી હતી .જેથી આથી વડવાળા દેવનું જગ્યા અને આથી વડવાળી જગ્યા કહેવાય છે.ગોંડલીયા પરિવાર ના અનેક લોકો અહીં આવી પોતાની મનોકામના પૂર્ણ કરે છે .ગોંડલ બસ સ્ટેન્ડ અથવા રેલવે સ્ટેશન પર પહોંચી સામે કાંઠે આવેલ લોહલંગરી બાપુ ની વડવાળી જગ્યા કહો એટલે આસાનીથી રીક્ષા મળી રહે છે.બસ ગોંડલીયા પરિવારજનો ને દર્શન કરી ધન્યતાનું ભાથું બાંધવા શ્રી શ્રી 108 મહામંડલેશ્વર સીતારામ બાપૂ એ ગોંડલધામમાં વર્ષમાં એક વાર અચૂક પધારવા આહલેક કરી છે આ ઉપરાંત શિવરાત્રીના મેળા માં જૂનાગઢ ખાતે વડવાળી જગ્યા ગોંડલ ધામ નો ઉતારો પણ હોય છે.ત્યા પણ ભક્તોને લાભ લેવા જણાવ્યું હતું.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!