શ્રી ધનજીભાઈ ડી કોટિયાવાલા મ્યુનિસિપલ લોકોલેજના વિદ્યાર્થીઓ એ જેલની મુલાકાત લીધી

આજરોજ તારીખ 27/02/2024 મંગળવારના રોજ શ્રી સત્સંગ શિક્ષા પરિષદ સંચાલિત, શ્રી ધનજીભાઈ ડી કોટિયાવાલા મ્યુનિસિપલ લો કોલેજ ના વિદ્યાર્થીઓ તથા સ્ટાફે પોરબંદર ખાસ જેલ ની મુલાકાત લીધી હતી. કાયદાના વિદ્યાર્થીઓ હોવાના કારણે જ્યારે વકીલાત કરશે ત્યારે જેલની અંદર કેદીઓ સાથે મુલાકાત કેવી રીતે કરી શકે, કેદીઓને મળતી અલગ અલગ સુવિધાઓ તેમજ જેલના નિયમો, તેમજ કેદીઓ માટે ફર્લો પેરેલ, સાદી પેરોલ તેમજ વચગાળાના જામીન વિશે માહિતી મેળવી હતી. આ બધી માહિતી મેળવીને કાયદાના સ્તનાતક વિદ્યાર્થીઓએ ભવિષ્યમાં પોતાની પ્રેક્ટિસ સારી કરી શકે તે માટેનું કોલેજ દ્વારા આ પ્રેક્ટીકલ જેલ વિઝીટનુ સરસ આયોજન કરવામાં આવેલ હતું.
Please follow and like us:
