કુછતો ગરબડ હે! કોંગ્રેસને ફટકો મોદીની જાળમાં ફસાયા મોઢવાડીયા?

(નિમેષ ગોંડલીયા)
લોકસભા ચૂંટણી આગામી સમયમાં આવી રહી છે ત્યારે તાજેતરમાં કોંગ્રેસના અનેક ધારાસભ્ય ભાજપમાં જોડાઈ રહ્યા છે આજે કોંગ્રેસના દિગ્ગજ ગણાતા ધારાસભ્ય એ કેસરિયા કર્યા છે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા એ કોંગ્રેસમાંથી રાજીનામું આપી કેસરિયા કરવાના છે એ વાત પણ ચર્ચાઈ રહી છે આ પાછળનું કારણ શું હોઈ શકે તેને લઈને લોકોમાં ચર્ચા જાગી છે .
ભાજપ દ્વારા ઓપરેશન લોટસ ચાલી રહ્યું છે ત્યારે અન્ય પક્ષના ધારાસભ્ય પોતાના પક્ષમાં ખેંચવા માટે કંઈક લાલચ આપી રાજકીય તરકટ રચીને ભાજપ પક્ષમાં કોંગ્રેસના દિગગજો ને લાવવા માટે અનેક પ્રયાસો ઘણા સમયથી ચાલી રહ્યા હતા ત્યારે અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ પક્ષ છોડીને ભાજપમાં જવા ની ચર્ચા એ જોર પકડ્યું હતું અને પક્ષાંતર નું કોઈ દેખીતું કારણ હતું જ નહીં ત્યારે રાજકીય સમીક્ષકો ની ચર્ચા ને સમર્થનને આજે અર્જુનભાઈ મોઢવાડિયા એ સાચી સાબિત કરી છે અને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે.
અર્જુનભાઈએ કોંગ્રેસ કાર્યકર્તાઓની મહેનત પર પાણી ફેરવ્યું
પક્ષાંતર કરી રહ્યા છો કે કેમ તે અંગે મીડિયા એ અનેક વાર અર્જુનભાઈ ને ફોન કરી સવાલ કરેલા હતા ત્યારે આ બાબતે અર્જુનભાઈ મોઢવાડિયા એ ઘસીને ના પાડી દીધી હતી અને સ્પષ્ટ જણાવ્યું હતું કે હું કોંગ્રેસમાં જ રહેવાનો છું પરંતુ આજે મોઢવાડિયા એ પોતે પક્ષપલટી કરી ખોટા હોવાનું સાબિત કરી દીધું છે અને પ્રજાને આપેલ કોલ માં પણ ખોટા સાબિત થયા છે તેમના પર લોકોએ વિશ્વાસ કર્યો હતો તે કોંગ્રેસના બેનર હેઠળ કર્યો હતો અને આથી કોંગ્રેસના કાર્યકરો એ રાત દિવસ એક કરી અથાગ મહેનત કરી અર્જુનભાઈ ને જીત અપાવી હતી ત્યારે કોંગ્રેસ કાર્યકર્તાઓની મહેનતને અસફળ બનાવી તેના પર પાણી ફેરવી દીધું હોય તેવું હાલ જણાઈ રહ્યું છે.
રાષ્ટ્રીય લેવલના કોંગ્રેસના નેતા ગણાતા હતા અર્જુનભાઈ મોઢવાડિયા
લાંબા સમયથી કોંગ્રેસ પક્ષના પાયાના કાર્યકર અને રાષ્ટ્રીય લેવલ નામના ધરાવતા કોંગ્રેસ પક્ષના નેતા અર્જુનભાઈ મોઢવાડિયા કે જેઓને ગાંધી પરિવાર સાથે ઘરોબો રહ્યો છે એક સમયે સોનિયા ગાંધી પણ હજુ ભાઈ મોઢવાડિયા ને પૂછીને રાજકીય રણનીતિ ગોઠવતા હતા તે ગુજરાત કોંગ્રેસના મુખ્ય વજીર ગુમાવ્યા હોય તેવું લોકોને લાગી રહ્યું છે.
એક સમયે મોદી અને શાહને રંગાબિલા કહેનાર મોઢવાડિયા તેમના શરણે
હાર્દિક પટેલ કે જે હંમેશા ભાજપની ટીકા કરતા હતા અને ત્યારબાદ ભાજપમાં જોડાઈ ગયા હતા તેવી જ રીતે અર્જુન મોઢવાડિયા ચૂંટણીમાં એક સમયે મોદી અને અમિત શાહને રંગા બિલા નું બિરુદ આપ્યું હતું અને આગની ટીકા કરી રાજકીય પ્રહારો કર્યા હતા એવા અર્જુન મોઢવાડિયા આજે ભાજપ ના ગાડે બેસી ગયા છે ત્યારે એક કહેવત પ્રમાણે રાજકારણીઓનું કાંઈ નક્કી નથી હોતું તે ગમે ત્યારે બદલે છે તે અહીં સાબિત થાય છે. તો અર્જુન મોઢવાડીયા ને ભાજપ દ્વારા કોઈ મોટી ઓફર આપવામાં આવ્યું હોય તેવું પણ રાજકીય વર્તુળમાં ચર્ચાઇ રહ્યું છે.
