પોરબંદરમાં પત્રકારોના નામના વૃક્ષોનું તેમના હાથે થયું વાવેતર
પોરબંદરમાં પત્રકારોના નામના વૃક્ષોનું તેમના હાથે થયું વાવેતર
આપણું પોરબંદર ગ્રીન પોરબંદર અભિયાન અંતર્ગત થયું આયોજન
પોરબંદરમાં પત્રકારો ના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આપણું પોરબંદર ગ્રીન પોરબંદર અભિયાન અંતર્ગત શહેરને હરિયાળું બનાવવાની કામગીરી ધમધમી રહી છે અને 5000 થી વધુ વૃક્ષોનું વાવેતર થઈ ચૂક્યું છે ત્યારે તેના આયોજકો રામદેવભાઇ મોઢવાડિયા પ્રવીણભાઈ ખોરાવા અને ધર્મેશભાઈ પરમાર સહિત ટીમ દ્વારા એસવીપી રોડ ઉપર રામધુન ચોકડીથી રામટેકરી સુધીના વિસ્તારમાં પત્રકારોના નામે અને હાથે વૃક્ષો વાવવામાં આવ્યા હતા. જેમાં પોરબંદરના રિપોર્ટરો ના હસ્તે પણ વૃક્ષારોપણ થયું હતું.પોરબંદર શહેરના પ્રિન્ટ ઈલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયામાં કામ કરતા રિપોર્ટરો ના નામે અલગ અલગ વૃક્ષોનું વાવેતર કરીને તેના ટ્રીગાર્ડ ઉપર જે તે પત્રકારનું નામ જોડવામાં આવ્યું છે. અને આ વૃક્ષનો વિકાસ કેવો અને કેટલો થયો તેની તસવીરો પણ સમયાંતરે પત્રકારોને મોકલવામાં આવશે તેમ રામદેવભાઈ મોઢવાડિયા એ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે પોરબંદર શહેરને લીલુછમ્મ બનાવવા માટે 15000 જેટલા વૃક્ષોનું વાવેતર થઈ રહ્યું છે અને તેના ઉછેરની તમામ જવાબદારી રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમે સંભાળી છે ત્યારે પોરબંદરમાં ચો તરફ હવે હરિયાળી હરિયાળી જોવા મળી રહી છે. પત્રકારોએ પણ તે અંગેની ખુશી વ્યક્ત કરીને હોંશે હોંશે વૃક્ષારોપણ કર્યું હતું.
આ કાર્યક્રમમાં અભિયાનના પ્રણેતા રામદેવભાઈ મોઢવાડીયા અને
પ્રવીણ ભાઈ ખોરાવા
કો ઓર્ડીનેટર ધર્મેશભાઈ પરમાર
ડો આશિષ સેઠ
પિયુષ ભાઈ મજીઠીયા
ભરતભાઈ રૂઘણી
ધવલભાઈ જોશી
હાર્દિક તન્ના
રાજેશ કક્કડ
અશોક ચોહાણ
ચિરાગ ડાભી
દિનેશ સાદીયા
સુનીલ ભાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.