મહિલા પોલીસ દ્વારા દિલ ધડક કરાટે સેલ્ફ ડિફેન્સ ના કાર્યક્રમ પ્રસ્તુત કરાયો
એક્સ્ટ્રીમ માર્શલ આર્ટસ એન્ડ ફિટનેસ એકેડમી દ્વારા તૈયાર થયેલી મહિલા પોલીસ દ્વારા દિલ ધડક કરાટે સેલ્ફ ડિફેન્સ ના કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવેલ
સમગ્ર દેશમાં 75 માં પ્રજાસત્તાક દિનની ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ હતી ત્યારે પોરબંદર જિલ્લામાં પણ દેશભક્તિ સફળ કાર્યક્રમ યોજાયા હતા જે અંતર્ગત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાનો મુખ્ય કાર્યક્રમ યોજાયેલ જેમાં કલેક્ટર કે.ડી. લાખાણી સાહેબ દ્વારા ધ્વજવંદન કરવામાં આવેલ આ સાથે જ જિલ્લા પોલીસ વડા ભગીરથ સિંહ યુ જાડેજા પણ ઉપસ્થિત રહેલ ત્યારે પોરબંદર જિલ્લા પોલીસની મહિલા કોન્સ્ટેબલ ઓ દ્વારા કરાટે સેલ્ફ ડિફેન્સ ના દિલ ધડક સ્ટંટ અને ટ્રિક્સ પ્રસ્તુત કરી ઉપસ્થિત લોકોને રોમાંચિત કરેલ હતા આ માટે આ મહિલાઓને સેલ્ફ ડિફેન્સ અને કરાટે ની ટ્રેનિંગ આપનાર એક્સ્ટ્રીમ માર્શલ આર્ટસ એન્ડ ફિટનેસ એકેડમી ના સિનિયર માર્શલ આર્ટિસ્ટ અને કરાટે એક્સપર્ટ મહેશ મોતીવરસને કલેકટર કે ડી.લાખાણી તેમજ પોરબંદર પોલીસના એસપી ભગીરથસિંહ યુ.જાડેજા, ડી.વાય.એસપી. ઋતુ રાબા. ડી.વાય.એસપી. સુરજિત મહેડુ સહિતનાઓએ આજના સમયમાં સેલ્ફ ડિફેન્સની જરૂરિયાતને જરૂરી સમજી તમામ મહિલા કોન્સ્ટેબલને અને ટ્રેનર મહેશ મોતીવરસને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવેલ .