
પોરબંદર ખાતે 20માર્ચ થી 23 માર્ચ સુધી “ચેરિટી થ્રુ આર્ટ ” ચિત્ર પ્રદર્શન નુ આયોજન

Creative art foundation,
Maher art pariwar tatha Innovative group of artists પોરબંદર
ના સહયોગથી આજરોજ તા:૨૦/૩/૨૧ ના સાંજે ૫:૦૦ કલાકે
મહારાણા શ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી પોરબંદર ખાતે
જરૂરિયાત મંદો માટે એક
“ચેરિટી થ્રુ આર્ટ “
ચિત્ર પ્રદર્શન નુ આયોજન કરવામાં આવ્યું, જેમા પોરબંદર જીલ્લા ભાજપ પ્રમૂખ કીરીટભાઈ મોઢવાડીયા, પૂર્વ પોરબંદર ભાજપ પ્રમૂખ વિક્રમભાઈ ઓડેદરા, મહેર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલટ્રસ્ટ ના પ્રમૂખ તથા પૂર્વ સાંસદ ભરતભાઈ ઓડેદરા,director,apmc porbandar હાથીયાભાઈ ખુંટી, પોરબંદર જી.આઈ.ડી.સી. ના ચેરમેન પુંજાભાઈ રામભાઈ ઓડેદરા, તથા સાંદીપની શ્રી હરિમંદીર થી પધારેલા ભરતભાઈ દવે તથા ફાલ્ગુનભાઈ મોઢા, બખરલા ગ્રામપંચાયતના પ્રમૂખ અરશીભાઈ ખુંટી,જયેન્દ્રભાઈ ખુંટી, ઈનોવેટીવ ધ ગ્રૂપ ઓફ આર્ટિસ્ટ,પોરબંદર ના પ્રમુખ બલરાજ પાડલીયા વગેરે આગેવાનોએ આ ચિત્ર પ્રદર્શન ને ખુલ્લું મુકેલ,
આ ચિત્ર પ્રદર્શનને સફળ બનાવવા માટે
સોનલબેન ઓડેદરા(પોરબંદર)
અતુલભાઈ પડિયા(વડોદરા)
અજયભાઈ ચૌહાણ(ભાવનગર)
તથા મહેર આર્ટ પરિવાર ના કરશન ભાઈ ઓડેદરા
એ ખુબ જહેમત કરેલ

આ ચિત્ર પ્રદર્શન તા.૨૦/૩/૨૧ થી તા:૨૩/૩/૨૧ સુધી જાહેર જનતામાટે મહારાણા શ્રી નટવરસિંહજી આર્ટગેલેરી ખાતે ખુલુ મુકવામાં આવેલછે,
ખાસ નોંધ: આ ચિત્ર પ્રદર્શન જરૂરિયાત મંદો ના લાભાર્થે રાખવામાં આવેલછે તો જે કોઈ કલાપ્રેમી આ ચિત્રોને ખરીદશે એની અમુક રાષી જરૂરિયાત મંદોના લાભાર્થે વપરવામાં આવશે.

