
2021 Get ની પરીક્ષામાં બખરલા ના યુવાને ઓલ ઇન્ડિયામાં ત્રીજો ક્રમાંક મેળવ્યો

2016માં વલ્લભ વિદ્યાનગરની બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયમાંથી બેચલર ઓફ એન્જીનિયરિંગની ડિગ્રી મેળવનાર
બખરલા ગામમાં રહેતા ખેડૂત પુત્ર જયમલ હરદાસ ખૂંટીએ રાણાવાવમાં PGVCLમાં જુનિયર એન્જીનિયર તરીકે નોકરી પણ કરી હતી.
GETની પરીક્ષાની તૈયારી માટે તેઓએ નોકરી પણ મૂકી દીધી હતી. દોઢ વર્ષ સુધી સતત પરિશ્રમ કર્યો હતો
2016માં અને ત્યારબાદ ત્રીજા પ્રયત્ન માં 2021માં ફેબ્રુઆરીમાં યોજાયેલી GETની પરીક્ષામાં તેઓએ રાજકોટ કેન્દ્રથી પરીક્ષા આપી હતી. 2021ની પરીક્ષામાં તેઓ ઓલ ઇન્ડિયામાં ઈલેક્ટ્રિકલ એન્જીનિયરિંગ વિભાગમાં ત્રીજો ક્રમાંક મેળવી સફળ થયા છે.
તેઓએ આ પરીક્ષામાં કોઇ પણ પ્રકારનું કોચિંગ લીધું નથી. દિવસ-રાત સખ્ત મહેનત કરતા હતા. સતત મહેનતના કારણે સફળતા મળી હોવાનું જણાવ્યું હતું. GETની પરીક્ષા પાસ કર્યા બાદ સરકારના પબ્લિક સેકટર અંડરટેકીંગ સેન્ટ્રલ ગવર્મેન્ટમાં તેઓને સારી પદવીની નોકરી મળી શકે છે.
