ગુજરાત ની વ્હીલચેર ક્રિકેટ ટીમ પંજાબ માટે રવાના: દિવ્યાંગ ક્રિકેટરોને સપોર્ટ કરવા અપીલ કરાઈ
આગામી 24 માર્ચ થી 28 માર્ચ સુધી પંજાબ ના ચંદીગઢ ખાતે ત્રણ રાજ્ય વચ્ચે નેશનલ ટુર્નામેન્ટ નું આયોજન કરાયુ છે જેમાં ગુજરાત હરિયાણા અને મધ્ય પ્રદેશ ની ટીમો આમને સામને ટકરાશે. ગુજરાત ની વ્હીલચેર ક્રિકેટ ટીમ આ મુજબ છે(1) ભીમા ખુંટી ( કેપ્ટન ) (2) સોહિલ મોદાન (વાઇસ કેપ્ટન) (૩) મનહર સંગાડા (4) સંજય બારીયા (5) ભાવેશ રાઠોડ (6) સંજય મકવાણા (7) પ્રકાશ ડામભલ્યા (8) કલ્પેશ મકવાણા (9) નિલેશ સોલંકી (10)દીપેન પંચાલ (11) પવન કુમાર (12) ધર્મેન્દ્ર સિંહ. (13) મેનેજર ડી. બી ઓડેદરા અને (14) કોચ ચિરાગ મકવાણા. મેનેજર ડી.બી ઓડેદરા તથા ચિરાગ મકવાણા ના જણાવ્યા એનુસાર આ ત્રણ રાજ્યની ટુર્નામેન્ટ જીતવા માટે કેપ્ટન ભીમા ખુંટી અને ટીમ ગુજરાતે ખૂબ મેહનત કરી છે અને ગુજરાત ના કેપ્ટન ભીમા ખુંટી અત્યાર સુધી માં 4 ઇન્ટરનેશનલ રમી ચુક્યા છે જેમાં નેપાળ બંગલાદેશ દુબઈ અને મલેશિયા જેવા દેશો માં પોતાની છાપ છોડી આવ્યા છે તો પણ જેમ નોર્મલ ક્રિકેટરો ને સ્પોનસરો તથા બી.સી.સી. આઈ પૈસા થી નવરાવી દે છે તેની સામે આવા દિવ્યાંગ ખેલાડી ઓ ને કોઈ સપોર્ટ કરતું નથી અમે મીડિયા ના માધ્યમ થી અપીલ કરીએ છે કે આ દિવ્યાંગ ખેલાડી ઓ ને પણ ગુજરાતની જે મોટી મોટી કંપનીઓ અને લોકલ બિઝનેસ મેન સામે આવીને દિલ ખોલી ને આ દિવ્યાંગ ખેલાડીઓ ને સપોર્ટ કરવો જોઈએ તેવું ભીમાભાઈ ખૂટી એ જણાવ્યુ હતું